વાગડમાં મીઠાના દશ હજાર કામદાર માટે સંગઠને નાસ્તાના પેકેટ આપ્યા

ભચાઉ, તા.31 : તાલુકાના દરિયાકાંઠા અને રણકાંઠાના બેલ્ટમાં આવેલા મીઠું પકવતા શિકારપુર, વાંઢિયા, જંગી, સૂરજબારી, વોંધ, ભચાઉ, ચીરઇ, નેર, બંધડી, કડોલ વગેરેમાં કામ કરતા 10 હજાર જેટલા કામદારો 200થી વધુ વાહનમાલિકોને કોરોના મહામહારીને લઇ અસર થતાં 11 હજાર જેટલા નાસ્તાના પેકેટો રૂા. સાડા પાંચ લાખની રકમનાનું વિતરણ કરાયાનું મીઠા ઉત્પાદક અગ્રણી બાબુભાઇ ભીમાભાઇ હુંબલે જણાવ્યું હતું. વધુમાં તેઓએ કહ્યું કે, ભચાઉ નાયબ કલેક્ટર શ્રી જાડેજા, ભચાઉ નાયબ પોલીસવડા શ્રી ઝાલાને આ અંગે મીઠા ઉત્પાદક એસો. અને વ્યક્તિગત રીતે મજૂરો કે અન્ય કામ હોય તો જણાવવાથી ઉપયોગી બનશે. આ સેવામાં બાબુભાઇ હુંબલ ઉપરાંત લક્ષ્મણભાઇ તેજાભાઇ આહીર, મિહિર કાનગડ વગેરે ઉત્પાદકો સાથે રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer