આદિપુરથી લગ્નપ્રસંગે મુંબઇ આવેલા 15 જણને ઘાટકોપર ગેસ્ટ હાઉસનો સહારો

મુંબઇ, તા.31 (અમારા પ્રતિનિધિ તરફથી) : દીકરાના લગ્ન કરવા કચ્છથી આવેલા 14 જણના પરિવાર સહિત 15 જણ અહીં અટવાયા છે પણ તેમના માટે ઘાટકોપરના ગેસ્ટ હાઉસમાં ઘર જેવી સગવડ મળી ગઇ છે. રહેવાનું ભાડું માફ કરી દેવાયું છે, વધારામાં ચા-ભોજનની સુવિધા કરી અપાઇ છે. કચ્છથી આવેલા પરેશ વૃજલાલ શાહ (મોટા અંગિયા)એ જણાવ્યું હતું કે, આદિપુરમાં રહેતા મારા મિત્ર માળી સોલંકી પરિવારના દીકરાના લગ્ન પ્રસંગે અમે બધા 15 જણ અહીં ટ્રેન દ્વારા 21મી માર્ચના પહોંચ્યા હતા પણ 22મીએ લોકડાઉન જાહેર થયું એટલે લગ્ન તો સાદાઇથી પતી ગયા. એ જ દિવસે સાંજે કચ્છ જવાની ટિકિટ હતી પણ ટ્રેનો કેન્સલ થઇ અમે બધા ઘાટકોપર ગેસ્ટ હાઉસમાં બે દિવસ રોકાવાની ગણતરીથી રૂમ બુક કર્યા હતા. ટ્રેનો ચાલુ થઇ નહીં તેથી અમને ચિંતા થઇ?પડી. પણ ગેસ્ટહાઉસના માલિક કમલેશ દામજી ભારાણી (દેશલપુર કંઠી)એ કહ્યું, તમે અહીં રોકાઇ જાવ. કોઇ?ચિંતા કરતા નહીં. પછી રૂમ ફ્રી કરી આપ્યા. પોતાના ઘરેથી ટિફિન ભરાવીને અમને ભોજન આપે છે. સવારના ચા-નાસ્તો પણ?ખરો. ધર્મેશગિરિ અમને મળવા આવ્યા હતા અને પાંચ હજાર રૂા. આપી ગયા હતા. અમે કચ્છથી આવ્યા છીએ. તેમાં સાત પુરુષ અને સાત મહિલા છે, એક ચાર વર્ષની બેબી પણ છે. અત્યારે તો એવું લાગે છે કે 14મી એપ્રિલ સુધી રહેવું પડશે. કિશોરભાઇ મણિલાલ ગાલાએ અમને ઘણી મદદ કરી છે. રોજ અમારી પૃચ્છા કરે છે. ખરેખર મુંબઇના લોકોમાં માનવતા છે નહીંતર અમારી કેવી હાલત થઇ?હોત ? એવા વિચાર માત્રથી ધ્રૂજી જવાય છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer