શ્રમિકોની માહિતી ખાનગી રીતે એકત્ર કરવાના પરિપત્ર સામે કોંગ્રેસનો સવાલ

અંજાર, તા. 31 : કોરોનાની મહામારીમાં સરકાર દ્વારા જાહેર કરાયેલી સહાયનો લાભ તમામ વ્યક્તિને મળવો જોઇએ. એકતરફ?સરકાર શ્રમિકોને સહાય આપવાની જાહેરાત કરે છે તો શ્રમિકોની માહિતી ખાનગી રીતે એકત્ર કરવાનો પરિપત્ર શા માટે ? તેવો સવાલ જિ.પં. વિપક્ષી નેતા અને અંજાર તા.પં. સદસ્યે ઉઠાવ્યો છે.કોરોનાની વૈશ્વિક મહામારીમાં તમામ વર્ગના લોકોને આર્થિક તકલીફ પડી રહી છે ત્યારે સરકાર દ્વારા સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે જેમાં જનધન ખાતામાં સહાય જમા કરવાની વાત કરાઇ?છે પરંતુ જેના બેંકમાં ખાતા નથી તેવા શ્રમિકોની યાદી તૈયાર કરવાનું સૂચન છે. જેમાં ચાની લારી, ગલ્લો,સાઇકલ/ઓટો રીપેરિંગ, મોચી, દરજી, વાળંદ, પ્લમ્બર, કલરકામ, સુથારીકામ, લુહારકામ, કડિયા, મજૂરો, રિક્ષાવાળા, ઇલેક્ટ્રીશીયન, ધોબી, કુંભાર, ફેરિયા, માળી વગેરે લોકોએ પોતાની માહિતી પંચાયતના તલાટીને રાશનકાર્ડ, આધારકાર્ડ, બેંક પાસબૂક બે દિવસમાં જમા કરાવવા માટે લોકોને એકસાથે ભેગા થયા સિવાય પહોંચાડવાનું  જિલ્લા પંચાયત વિપક્ષ નેતા વી. કે. હુંબલ અને અંજાર તાલુકા પંચાયતના સદસ્ય શામજી ભુરાભાઇ આહીરે જણાવ્યું હતું.શ્રી હુંબલ અને શ્રી આહીરે જણાવ્યું હતું કે, કચ્છની કોઇપણ જરૂરિયાતમંદ વ્યક્તિ સહાયથી વંચિત ન રહી જાય તે માટે સરકાર દ્વારા ગામડાઓમાં ટીમ બનાવી માહિતી એકત્ર?કરવાની કામગીરી કરવી જોઇએ. જેથી લોકો એકસાથે એક જગ્યાએ એકઠા થવાથી રોકી શકાય.વધુમાં તેમણે જણાવ્યું કે, સરકાર દ્વારા ખાનગી રીતે માત્ર બે દિવસમાં શ્રમિકોની માહિતી એકત્ર કરી સરકારમાં પહોંચાડવાનો પરિપત્ર જિલ્લા વિકાસ અધિકારીને કર્યો છે તે કઇ રીતે શક્ય બનશે.લોકોને જાણ કર્યા વગર કેવી રીતે બે દિવસમાં માહિતી મેળવી શકાશે જે શંકા ઉદભવે તેવી વાત છે. તેમણે સરકારની લોકોને પૂરી સહાય આપવાની દાનત નથી તેવો આક્ષેપ કર્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer