ગાંધીધામ નગરપાલિકાનાપાપે ફોનબંધી ભોગવતા ગ્રાહકો !

ગાંધીધામ, તા. 31 : એકતરફ ઘરબંધીનાં કારણે મોટાભાગના લોકો ઘરવાસ ભોગવી રહ્યા છે. છાપા વાંચીને કે ટી.વી. સમાચાર-સિરિયલ જોઇ સમય પસાર કરે છે, પણ જ્યારે સગાં-સંબંધી મિત્રોને રૂબરૂ મળવાનું સંભવ ન હોતાં ટેલિફોન હાથવગું સાધન છે.ગયા સપ્તાહમાં ઘરબંધી શરૂ થઇ તે પહેલાં એક દિવસ અગાઉ ગાંધીધામ નગરપાલિકા ઝડપી રીતે આડેધડ રીતે નર્મદાની પાણીની લાઇનો પાથરવાનું શરૂ કર્યું. એટલી ઝડપ હતી કે ચાર-પાંચ કલાકમાં ખોદાઇ ગયા બાદ લાઇનો પથરાઇ પણ ગઇ, પરિણામે ટેલિફોનના જમીન નીચેના તાર કપાઇ ગયા. લાઇન પાથરવા વખતે તથા ખોદકામ અંગે બીએસએનએલને જાણ કરવા જેટલી તકેદારી ન રાખતાં તથા ઝડપી કામ પૂરું કરવાની લાયમાં ટેલિફોનના દોરડાં પણ કપાઇ ગયા. લાઇનમેન આવીને જોઇ ગયા અને હવે કાલે કામ થશે કહીને ગયા ! બીજા દિવસથી ઘરબંધીનો અમલ શરૂ થયો અને લાઇનમેન જાતે ઘરમાં બંધ થઇ ગયા. જરૂરતના સમયે હવે છતાં ટેલિફોને અપનાનગર વિસ્તારના લોકો ત્રણ સપ્તાહનો ઉપવાસ ભોગવી રહ્યા છે. જો ચાર-પાંચ દિવસમાં ટેલિફોન શરૂ ન થાય તો તેના પૈસા પરત મળે એ નિયમ હાલના સંજોગોમાં લાગુ પડશે એવું પણ ગ્રાહકો જણાવી રહ્યા છે ! 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer