લોકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓને પકડવા માટે પોલીસે કમર કસી

લોકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓને પકડવા માટે પોલીસે કમર કસી
ભુજ, તા. 29 : વૈશ્વિક મહામારીનાં પગલે કોરોના વાયરસ ફેલાતો અટકાવવા હાલ લોકડાઉન હોવા છતાં અનેક લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે ત્યારે આવા લોકો ઉપર નજર રાખી કાર્યવાહી કરવા માટે ભુજ અને રાપરમાં પોલીસે આજથી `ડ્રોન'નો ઉપયોગ શરૂ?કર્યો છે. તો પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસે જાગૃતો જાહેરનામાનું ઉલ્લંઘન કરનારાઓના ફોટા-વીડિયો લોકેશન સાથે પોલીસના વોટસએપ નંબર ઉપર આપવા આહ્વાન કર્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આજ સવારથી ભુજ શહેરની એ અને બી-ડિવિઝન પોલીસ, પૂર્વ?કચ્છમાં ગાંધીધામ તેમજ રાપર પોલીસ દ્વારા સોસાયટી વિસ્તારોતેમજ શેરી-ગલી અને મહોલ્લામાં ડ્રોન દ્વારા વિહંગાવલોકન શરૂ?કરાયું છે. કોરોના વાયરસની ઘણા લોકો ગંભીરતા સમજતા નથી. 144મી કલમનું ધરાર ઉલ્લંઘન કરતા હોવાનું સામે આવ્યું છે. અનેક લોકો પોતાના વિસ્તારમાં ક્રિકેટ કે અન્ય રમતો રમતા હોવાનું ઉપરાંત બહાર ટોળે વળી ગપ્પા મારતા હોવાથી પોલીસ હવે તેમના પર ડ્રોન મારફત સર્વે કરશે અને આવાં દ્રશ્ય કેમેરામાં કેદ થતાં જ ઘટનાસ્થળે જઇ આવા બેદરકાર લોકો વિરુદ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી કરશે. ગાંધીધામ, અંજાર, આદિપુરમાં પોલીસ ખડેપગે કામ કરી રહી છે. છતાં પણ આ શહેરોની આંતરિક સોસાયટીઓમાં અમુક લોકો વગર કારણે એકઠા થઈ રહ્યા છે. આવા લોકોને રોકવા માટે પોલીસે હવે ડ્રોન કેમેરાનો સહારો લીધો છે. આવી આંતરિક સોસાયટીઓમાં કેમેરા મૂકવામાં આવશે અને તેમાં જે પણ વ્યક્તિ કામ વગર બહાર નીકળનાર કે ચારથી વધુ લોકો એકઠા થયેલા નજરે પડશે તેમના વિરુદ્ધ ગુનો નોંધાશે. ગાંધીધામના ભારતનગર ચામુંડાનગરમાં પણ પોલીસે આજે ડ્રોન કેમેરા ફેરવ્યા હતા જેમાં મહેન્દ્ર શેશારામ મેઘવાળ, પ્રદીપ શેશારામ મેઘવાળ, અરવિંદ જગદીશ કોળી, મહેશ વેલજી ભાનુશાળી નામના લોકો ઝડપાતાં આ ચારેય વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી હતી. રાપરમાં આજે શહેરના મુખ્ય માર્ગે, બસ સ્ટેન્ડ, અયોધ્યાપુરી, નદી નાકા તેમજ બહારના વિસ્તારમાં ડ્રોન દ્વારા શૂટિંગ થતાં લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો. આ ઉપરાંત પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસવડા પરીક્ષિતા રાઠોડ અને સૌરભ તોલંબિયાએ લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરવા અર્થે લોકોને આહ્વાન કર્યું છે. તેમણે જણાવ્યું છે કે, ચાર કે તેથી વધુ લોકો બિનજરૂરી જાહેર સ્થળે એકત્રિત થતા હોય તો દરેક જાગૃત નાગરિક તેના ફોટા કે વીડિયો બનાવી લોકેશન સાથેની વિગતો પોલીસના કંટ્રોલ રૂમને આપે. આ માહિતી આપનાર વ્યક્તિની ઓળખ?ગુપ્ત રાખવાની તેમણે ખાતરી આપી છે. આ માટે પશ્ચિમ કચ્છ કંટ્રોલ રૂમના વોટ્સએપ નંબર 63536 25822 અને પૂર્વ કચ્છ પોલીસના કંટ્રોલ રૂમના વોટ્સએપ નંબર 90990 51100 છે. જેના પર જાગૃતો નિયમોનો ભંગ કરતા લોકોના ફોટા અને વીડિયો મોકલી શકશે. આમ, લોકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓ સામે કચ્છ પોલીસે કમર કસી હોવાનું જણાય છ  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer