જરૂરિયાતમંદોને જીવનાવશ્યક વસ્તુઓનું વિતરણ

જરૂરિયાતમંદોને જીવનાવશ્યક વસ્તુઓનું વિતરણ
ભુજ, તા.29 : લોકડાઉનને પગલે જરૂરતમંદ લોકોને વિવિધરૂપે સેવાભાવીઓ દ્વારા જીવન જરૂરિયાતની વસ્તુઓ આપી સેવાની સરવાણી વહાવાઈ રહી છે. ભુજ : ક.વી.ઓ. જૈન મહાજન તથા સર્વ સેવા સંઘ સંસ્થા દ્વારા શ્રમજીવી પરિવારો માટે તા.25થી વિનામૂલ્યે પાંચ કિલોની ખીચડી કિટનું વિતરણ ચાલુ છે. સંસ્થાના સંકુલ સ્થિત નવીનત ભોજનાલયમાં 25 રૂપિયામાં ફૂડ પેકેટ વિતરણનો નિર્ણય કરાયો છે અને કલેક્ટર પાસે આ મંજૂરી માગી છે, જે પણ દર્દીને ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની જરૂર હશે તેમને વિનામૂલ્યે એમ્બ્યુલન્સ સેવા પૂરી પડાશે. ભુજ તથા આસપાસના 20 કિમીના વિસ્તારના એમ્બ્યુ. સેવા માટે ફોન નંબર 97262 55318 અને માંડવી તાલુકાના મસ્કામાં એન્કરવાલા હોસ્પિટલ તથા તેની આસપાસના 20?કિમીના વિસ્તારમાં એમ્બ્યુલન્સ સેવા માટે ડો. મૃગેશભાઈ બારડ 92287 73454, કીર્તિભાઈ ગોર 98253 85585નો સંપર્ક કરવા અધ્યક્ષ તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું. પ્રબોધ મુનવર, જિગર છેડા, અમિત વોરા વગેરે વ્યવસ્થા સંભાળે છે. ભુજ : માનવજ્યોત સંસ્થા દ્વારા વિવિધ લોકોના સહકારથી 700 ફૂડ પેકેટો જરૂરતમંદ લોકો સુધી 16 સભ્યોની ટીમ તથા 9 ડ્રાઈવરો સંસ્થાના વાહનો દ્વારા પહોંચાડી રહ્યા છે. પ્રબોધ મુનવર, જિતેન્દ્ર શાહ, વિનોદ મહેતા, રફીક બાવા, પૃથ્વીરાજસિંહ જાડેજા, પરેશ માહેશ્વરી, નીરવ મોતા, ઈરફાન લાખા વ્યવસ્થા સંભાળી રહ્યા છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભુજના આશાપુરા નગરી વિસ્તારમાં 200 પરિવારોને સૂકો નાસ્તો તથા શાકભાજી અપાયા હતા. પેરાલીગલ વોલિન્ટીયરો પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, રફીક બાવાએ વ્યવસ્થા સંભાળી હતી. વાગડ રઘુવંશી પરિવાર ભુજ તાલુકોના પ્રમુખ પ્રીતમભાઈ સાયતા, પૂર્વ પ્રમુખ સુરેશભાઈ ચંદે, ધીરજભાઈ રતાણી, ભવનભાઈ ઉદેચા, કનુભાઈ પૂજારા તેમજ અન્યના સહયોગથી ફરજ પરના પોલીસ અને સફાઈ કામદારોને સવારે દસથી સાડા બાર વાગ્યા સુધી ગરમ ચા અને નાસ્તાની વ્યવસ્થા કરી સેવા બજાવી હતી.ભુજ : અખિલ કચ્છી રાજગોર મહાસભા તરફથી રાજગોર સમાજની કચ્છમાં રહેતી તમામ આર્થિક રીતે નબળી, વિધવા બહેનોને રાશનકિટ અપાશે, જેમાં ભુજ અને તાલુકા ભરત ગોર 98255 90685, નીતિન કેશવાણી 98252 97340, બાલકૃષ્ણ માકાણી 98259 73399, રાજેશ ગોર 98793 94433, રાહુલ ગોર 97279 19999, માધાપર : પંકજ ગોર 75670 40100, વિરેન નાગુ 99796 11131, અબડાસા-લખપત જયપ્રકાશ ગોર 98250 35184, 81609 33880, મોહનભાઈ ગોર 99259 91413, મુંદરા : ધનસુખ ગોર 98251 64739, દિલીપ ગોર 98250 40972, માંડવી : અરવિંદ ગોર 98277 14996, હીરાલાલ મોતા 98250 55451, નખત્રાણા : ગિરીશ ગોર 98793 79842, અંજાર-આદિપુર-ગાંધીધામ : હીરાલાલ ગોર 99795 77799નો સંપર્ક કરવો. ભુજ : પં. શ્યામજી કૃષ્ણવર્મા હાઈટસ (ગુ.હા.બો.) સોસાયટીના યુવાનો દ્વારા શ્વાનો, ગાયો માટે મહિલાઓની મદદથી રોજ 2000 રોટલી બનાવવામાં આવે છે. દરજીભાઈઓની મદદથી સોસાયટીમાં 1200 માસ્ક બનાવી વિતરણકાર્ય મેહુલભાઈ, હિતેનભાઈ, મુકેશભાઈ, નીરવભાઈ, મનીષભાઈના સહયોગથી ચાલુ છે. લોકડાઉનમાં ફરજ બજાવતા પોલીસ માટે સવાર-સાંજ ચા-નાસ્તાની વ્યવસ્થા મુખ્ય દાતા સંજયભાઈ જેઠવા સાથે ગોપાલભાઈ બારોટ, પુનિત ઠક્કર દ્વારા સ્વખર્ચે કરાય છે. ઉપરાંત 522 મકાનને સેનિટાઈઝ કરાયા છે.મુંદરા : માર્કેટયાર્ડના સહયોગથી જન સેવા દ્વારા 500 કિલો શાકભાજીનું શહેરના જુદા-જુદા વિસ્તારોમાં જરૂરતમંદોને વિતરણ કરાયું હતું. એપીએમસીના ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજા, ગુલાબસિંહ જાડેજા, રાજુભા જાડેજા, શાકભાજીના તમામ હોલસેલ વેપારીઓએ અનોખી પહેલ કરી હતી. સંસ્થાના રાજ સંઘવી, અસલમ માંજોઠી, ભીમજી જોગી, હરેશ માલમ અને જયેશ ગોરએ વ્યવસ્થા સંભાળી હતી. આદિપુર : જલારામ ગ્રુપના ભાઈઓએ ગરીબ પરિવારો માટે ભોજન-પ્રસાદની હંગામી વ્યવસ્થા જલારામ મંદિર, સેક્ટર-5માં સાંજે 5થી 7 પાર્સલ સર્વિસ ચાલુ કરાઈ છે. માંડવી: હિન્દુ યુવા સંગઠન (ભારત)ની ટીમ અને માંડવી પોલીસ દ્વારા ઘરે બેઠેલા ગરીબ લોકોને અનાજકિટનું વિતરણ કરાયું હતું. છ દિવસથી ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં અવિરત સેવાનું કાર્ય કરાઈ રહ્યંy છે. માંડવી : કચ્છ અન્જુમન-એ-ઈસ્લામ તરફથી પ્રમુખ સાજિદભાઈ માણેકના નેતૃત્વમાં દીની રહેબર મુફ્તીએ કચ્છ અલ્હાજ અહમદશા બાવા સાહેબ તથા તેમના પરિવારની પ્રેરણાથી શ્રમજીવી પરિવારને ધર્મ અને નાત-જાતના ભેદભાવ વગર તા. 23થી રાશનકીટનું વિતરણ શરૂ કરાયું છે. તા. 28 સુધીમાં 600 પરિવારોને બે મહિના ચાલે એટલું રાશન તેમના ઘેર જઈને અપાયું છે. હજી પણ ગામડાઓના અનેક કુટુંબોને ધ્યાનમાં રાખીને અંદાજે બે હજાર પરિવારોને સહાય આપવાનો અંદાજ છે. ઉપપ્રમુખ રફીક શેખ, આમદુશેઠ આગરિયા, ભોલુ શેઠ, ચાકી દાઉદભાઈ, સોતા મોહસીનભાઈ, રશીદભાઈ ભટી, શોએબભાઈ ભટી, જાકીરભાઈ મેમણ, સુલેમાનભાઈ પિંજારા, અસલમ ચાકી, આસિફ ચવાણ, રઝાક ખત્રી, નિઝામુદ્દીન હકીમ, પરવેઝ તુરિયા, સિકંદર મેમણ, સૈફુલ્લાહ વર્યા, રીઝવાન ખત્રી વગેરે વ્યવસ્થા સંભાળે છે. નવી દુધઈ (તા. અંજાર) : પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી માજીરાણા તથા સ્ટાફ સાથે ભોજનના દાતા અપરાજિતા ફેડરેશનના અતુલ જાદવ સાથે અંજાર મામતલદાર, સર્કલ ઈન્સ્પેક્ટર જિજ્ઞેશભાઈ ચૌધરી સાથે આજુબાજુ ગામની એક-બે વ્યક્તિઓ સાથે અન્ય જિલ્લા અને રાજ્યમાંથી આવેલ મજૂરો પગપાળા જવા મજબૂર બની રહ્યા છે, તેમને દુધઈથી કોઠાવારી દેશલપર સાંજે આવી પહોંચતાં ભોજન સાથે છાશ, પાણી અને રાત્રિરોકાણ માટે વ્યવસ્થા કરી હતી. ગાડીની વ્યવસ્થા કરીને પરત મમુઆરા મૂકવામાં આવ્યા હતા.નુંધાતડ (તા. અબડાસા) : ગામના જરૂરતમંદો માટે દાતાઓ હનીફબાવા પઢિયાર તથા વિપુલભાઈ ભાનુશાલી દ્વારા 100 રાશનકિટ દરેક જ્ઞાતિના જરૂરતમંદોને ડોર ટુ ડોર વિતરણ કરી હતી. અબડાસા તાલુકાના વિંઝાણ સાંધવ, ખીરસરા, ધનાવાડા નાનાવાડા, ગઢવાડા, સાંધાણ, મંજલ, બકાલીવાંઢ, રાયધણજર, શીરુવાંઢ ગામના દરેક જ્ઞાતિના જરૂરતમંદોને મદદ કરવા માટે બાવીસ માર્ચથી ગામડાઓના દાતાઓ તરફથી દાનની રકમમાંથી વિતરણ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. મુસ્લિમ સમાજ ધર્મગુરુ ડો. હાજી જહાંગીરશા બાપુ સૈયદના દીકરા સૈયદ સલીમબાપુએ જણાવ્યું હતું કે, આ કામગીરી તેમનો પરિવાર છેલ્લા બાવીસેક વર્ષથી કરે છે. સખી દાતાઓ સાથે મળી ગામડાઓમાં યાદી બનાવી અને તાત્કાલિક ધોરણે વિતરણ કરવાની કામગીરી પણ આરંભી દેવામાં આવી હતી. કોઠારાના મસ્કત ઓમાન રહેતા દાતા સોનારા અબ્દુલસતાર હાજી આધમ દ્વારા 60 જેટલી રાશનકિટ વિંઝાણના સખી દાતા સૈયદ હાજી જહાંગીરશા બાપુ અને સૈયદ સલીમબાપુ દ્વારા 100 જેટલી રાશનકિટ ખીરસરાના સરપંચ રજાક હિંગોરા દ્વારા 30 જેટલી રાશનકિટ, હિંગોરા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ તરફથી 40 રાશનકિટ ઘરોઘર અપાઈ હતી, જેમાં એક કિટમાં 1500 રૂપિયાનું રાશન નખાયું છે. વિંઝાણના સૈયદ રસીદશા અને યુવાનોએ પેકિંગ તથા વિતરણ વ્યવસ્થા સંભાળી હતી.રાપર : અનુસૂચિત જાતિ શિક્ષક મંડળ દ્વારા અનાજ કરિયાણાની દસ આઈટમની એક કિટ તૈયાર કરીને જરૂરતમંદ લોકોને ઘેર જઈ અપાઈ હતી. નેવું કિટ પચાસ હજાર ચારસોના ખર્ચે બનાવાઈ હતી. આ કામગીરી હેમંતલાલ પરમાર, વાલજીભાઈ રાઠોડ, સુંદરભાઈ, અશોકભાઈ રાઠોડ, પોલીસ કોન્સ્ટેબલ અને આ મંડળ પ્રમુખ આંબાભાઈ મકવાણા દ્વારા કરાઈ હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer