મુંબઇમાંય વિવિધ સંસ્થાઓ દ્વારા સેવાયજ્ઞ

મુંબઇમાંય વિવિધ સંસ્થાઓ દ્વારા સેવાયજ્ઞ
કનૈયાલાલ જોશી દ્વારા-  મુંબઇ, તા. 29 :?કોરોના મહામારીને અનુલક્ષીને મુંબઇમાં પણ વિવિધ સંસ્થાઓ દ્વારા સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યા છે, તો દર્દીઓના સીબીસી, એક્સ-રે, એમસીજીએમ?ટેસ્ટ નિ:શુલ્ક, શ્રમજીવીઓ, પોલીસ કર્મચારીઓ વગેરેને મફત ભોજન, દિવ્યાંગોને રોકડ સહાય સહિતના કાર્યો માટે સંસ્થાઓ આગળ આવી છે. પશ્ચિમના ઉપનગર બોરીવલીમાં કોરોના વાયરસ ક્રીનિંગ સેન્ટરનો આરંભ થયો છે. હાલમાં કોરોના વાયરસનો ઉપદ્રવ વધી રહ્યો છે ત્યારે બોરીવલી અને તેની આસપાસમાં વસતા લોકોને આ સેન્ટર ઘણું ઉપયોગી થશે. બોરીવલીના ડોક્ટરોના સંગઠન બોરીવલી મેડિકલ બ્રધરહૂડ (બીએમબી) તરફથી અને માનવ કલ્યાણ કેન્દ્ર-નવનીત હોસ્પિટલ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ગ્રેટર મુંબઇ?(એમસીજીએમ)ના સહકારથી કોરોના વાયરસ ક્રીનિંગ સેન્ટર શરૂ થયું છે. આ પ્રોજેક્ટને સાંસદ ગોપાલ શેટ્ટી, એમએલસી વિલાસ પોટનિસ, વિધાનસભ્ય સુનીલ રાણે, કોર્પોરેટર બીનાબેન દોશી, પ્રવીણ શાહ અને સંધ્યા દોશી તેમજ અન્યનો સહયોગ મળ્યો છે. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વિશ્વાસ અંકરવારે મહાપાલિકા તરફથી તમામ સહયોગની ખાતરી આપી હતી. આજે સાંજે સેન્ટરની ઓફિસમાં સંસદસભ્ય, વિધાનસભ્ય તેમજ બી.એમ.બી.ના ટ્રસ્ટી ડો. બિપિન દોશી, પ્રેસિડેન્ટ ડો. નિમેશ પી. મહેતા, સેક્રેટરી ડો. ગણેશ શેનોય, ડો. રાજેશ પંચાલ, ડો. પ્રતીક ઝરીવાલા, ડો. જિજ્ઞેશ મહેતા, ડો. પરેશ મહેતા, ડો. આશિષ મોદી, ડો. નરેન્દ્ર કુમાર, ડો. મહેન્દ્ર વાડીવાલા, ડો. નીલુ જૈન, ડો. પરેશ નવલકર ઉપસ્થિત રહ્યા હતા. માનવ કલ્યાણ કેન્દ્રના નેમજીભાઇ ગંગરે પણ પૂરા સહયોગની ખાતરી આપી હતી. બોરીવલી સેન્ટરમાં કોરોના વાયરસના તમામ દર્દીનું ક્રીનિંગ કરાશે. પેશન્ટ ક્રીનિંગ, સીબીસી ટેસ્ટ અને એક્સ-રેની સેવા વિનામૂલ્યે કરાશે. કોરોના વાયરસ (કોવિડ-19)નું ટેસ્ટિંગ એમસીજીએમ કરશે. દર્દીઓનો ધસારો ન થાય એ માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી છે. નોંધણી માટે મો.નં. 93222 61268, 98194 40333. આ સેન્ટર બોરીવલી વેસ્ટમાં એલ.ટી. રોડ અને પંજાબી ગલીના નાકા પર આવેલું છે. શ્રીમદ્ રાજચંદ્ર રિસર્ચ સેન્ટર-પર્લી શ્રીમદ્ રાજચંદ્ર આત્મતત્ત્વ રિસર્ચ સેન્ટર-રાજનગર-પર્લીના વૈદકીય પાંખના ઉપક્રમે કોરોનાની મહામારી વખતે કોરોના વાયરસ પ્રિવેન્ટિવ કેર ડ્રાઇવ હાથ ધરાઇ?છે. આ માટે જનજાગૃતિ લાવવી, સ્વચ્છતા જાળવણી, માસ્ક અને લિક્વિડ, સાબુ પૂરાં પાડવામાં આવશે. જરૂરી દવાઓ અપાશે. ખાદ્યસામગ્રીનું વિતરણ કરાશે. વધુ માહિતી માટે સંપર્ક :?નીતિન અજમેરા-98311 51983. દાદર સ્વામિનારાયણ મંદિર પૂ. મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી કોરોના વાયરસની મહામારીના સમયમાં સેવા બજાવતા પોલીસ કર્મચારીઓ માટે દાદર સ્વામિનારાયણ મંદિરમાં સવાર-બપોર અને સાંજ એમ ત્રણ ટંક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ જીવલેણ બીમારીમાંથી જલદી છુટકારો થાય એ માટે દાદર મંદિરના સર્વે સંતો ધૂન અને પ્રાર્થનામાં જોડાય છે એમ પ્રીતમ સ્વામીએ જણાવ્યું છે. હેતુ ટ્રસ્ટ એક હજાર દિવ્યાંગજનોના પરિવારોને મદદ કરશે. હેતુ ચેરિટેબલ ટ્રસ્ટ અને સક્ષમ?(કોંકણ પ્રાંત)એ એક હજાર દિવ્યાંગજનોના પરિવારોને એક હજાર રૂપિયાની સહાય કરવાનો સંકલ્પ કર્યો છે. રોજનું કમાઈને પેટ?ભરનારા લોકોની આવક સાવ બંધ થઇ?ગઇ?છે. આ તમામના બેંક એકાઉન્ટની વિગતો મંગાવાઇ?છે. રકમ તેમના ખાતામાં જમા કરાશે. વધુ માહિતી માટે સંપર્ક : રીખબ જૈન-98212 79330.નિ:શુલ્ક ભોજન કોઇપણ જરૂરતમંદ ભૂખ્યાજનને નિ:શુલ્ક ભોજન અપાશે. ખીચડી કે દાળ-ચોખા. સંપર્ક :?દાદર-98920 89264, માટુંગા-98926 40047, ઘાટકોપર-98926 10199. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer