ટ્રેનો બંધ થઇ જતાં અસંખ્ય કચ્છીઓ મુંબઇમાં અટવાયા

મુંબઇ, તા. 29 (અમારા પ્રતિનિધિ તરફથી): કોરોના વાયરસના ઉપદ્રવને કારણે કચ્છથી અહીં આવેલા અસંખ્ય લોકો અટવાયા છે. એ જ રીતે કોરોનાના ભયથી કે વેપાર-ધંધા બંધ હોવાથી વતન જવા ઇચ્છતા લોકો પોતાના ઘરોમાં બેસી ગયા છે. કચ્છ પ્રવાસી સંઘના નીલેશ શ્યામ શાહે જણાવ્યું કે, દિવસ દરમ્યાન કચ્છની ટ્રેન ક્યારે ચાલુ થાય છે તેની પૂછપરછ કરતા ફોન આવે છે. અમદાવાદ-વિરમગામમાં લોકો અટવાયા છે, તેમના ફોન હોય છે. કોઇને વૃદ્ધ મા-બાપને દવા પહોંચાડવી છે, કોઇને અનાજ મોકલવું છે. 14મી એપ્રિલ સુધી ટ્રેનો ચાલુ નહીં થાય અને એ પછી પણ એક સપ્તાહ ટ્રેનો બંધ રહે તેવું સમજાય છે. ઘણા લોકો સારવાર માટે આવ્યા ને પાછા વતન જઇ?શક્યા નથી. સગા-સંબંધી ન હોય અથવા નિકટજનને ત્યાં રોકાવાનું  થઇ શકે તેમ ન હેય એવા લોકોએ ગેસ્ટહાઉસમાં આશરો લીધો છે. કોઇ સેનેટોરીયમમાં રોકાયા છે. કચ્છ જનજાગૃતિ અભિયાનના દિનેશ?હેમરાજ વિસરિયાએ જણાવ્યું કે, 17-18 જણના એક-બે પરિવાર કચ્છથી આવ્યા છે. જેઓ નવી મુંબઇમાં રોકાયા છે. તેઓ પોતાનાં વાહન લઇને આવ્યા છે. બે રાજ્યની સીમાબંધી કરી દેવાઇ?હોવાથી તેઓ કચ્છ કેવી રીતે  જાય ? મને એવા ઘણા ફોન પર પૂછે છે કે અમારો ધંધો-ફેક્ટરી બંધ?છે. મા-બાપ વતનમાં છે. અમારે તેમને મળવા જવું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer