ડેંગ્યુ વખતે રાત-દિ'' સારવાર આપતા ખાનગી તબીબો હવે હાર્યા : જાગૃતોનો સવાલ

ભુજ, તા. 29 : હજી છ માસ પહેલાં જ ડેંગ્યુના ડંખ વખતે પોતાના દવાખાનામાં જગ્યા ન હોવા છતાં ખીચોખીચ ધીકતી પ્રેક્ટિસ પામનાર ખાનગી તબીબો કોરોના સામેના જંગમાં પલાયન કરતા હોવાની ચર્ચાએ વેગ પકડયો છે. શનિવારે તંત્રને રજૂઆત કરી લેવા પટેલ હોસ્પિટલને ખો દઇ દેવાના પ્રયાસ તો નથી ને તેવું જાગૃત નાગરિકો કહે છે. આ સૂત્રોના જણાવ્યા મુજબ અમુક ખ્યાતનામ તબીબોના દવાખાના કાં તો બંધ છે, અમુક પાર્ટટાઇમ છે તો અમુકમાં `સાહેબ'ના મદદનીશ જ   તપાસી દવાઓ લખી આપતા હોવાની ગંભીર વાત સંભળાઇ છે. . જો કે, અમુક તબીબોએ પોતે સેવા કરવા તત્પર જ છે તેમ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer