સેવાકીય સંસ્થા અને સ્વયંસેવકો માટે પાસ બનાવવા માગણી

ભુજ, તા. 29 : કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે લોકડાઉન વચ્ચે લોકોને જે કેટલીક મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે તેનું નિરાકરણ લાવવા માટે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જિલ્લામાં રોજનું કમાઇ રોજનું ખાનારો વર્ગ મોટો છે ત્યારે તેમને મદદરૂપ થવા અનેક સંસ્થાઓ આગળ તો આવી છે પણ લોકડાઉન વચ્ચે રાશનકિટ સહિતની સામગ્રી પહોંચાડવી અઘરી પડી રહી છે. તંત્ર દ્વારા આવા સંસ્થાના વાહનો તેમજ સ્વયં સેવકોને પાસ વિતરિત કરાય તો ઘણી સરળતા રહે એમ છે. છેલ્લા માસનું વિતરણ સરકારી ગાઇડ લાઇન મુજબ હોમ ડિલિવરીથી શક્ય બને તેવી વ્યવસ્થા ગોઠવવા, જે છાત્રો ભણવા માટે જિલ્લા, રાજ્ય બહાર ગયા છે તેમને તબીબી ચેકિંગ કરી ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવા, ગામડાંમાં રાશનની વ્યવસ્થા ઊભી કરવા માટે પણ યોગ્ય આયોજન ઘડવા સહિતના   પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સંસ્થાના પ્રમુખ ઇબ્રાહીમ હાલેપોત્રા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer