કાદિયાવાસીએ વડાપ્રધાન વિરુદ્ધ અપશબ્દો બોલતો વીડિયો વાયરલ કર્યો

ભુજ, તા. 29 : નખત્રાણા તાલુકાના કાદિયાવાસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપશબ્દો બોલતો વીડિયો પોતે ઉતારીને તેને વાયરલ કરતાં જાણવાજોગ નોંધ થઇ છે. નખત્રાણા પોલીસ મથકે આ અંગે થયેલી જાણવાજોગ મુજબ હોલ સાંપ્રત સમયમાં લોકડાઉનનાં પગલે પરપ્રાંતીય મજૂરોની હાલાકી અંગે કાદિયાના અરવિંદભાઇ મેઘજી લોંચાએ વીડિયો બનાવ્યો હતો અને તેમાં વડાપ્રધાન શ્રી મોદી વિરુદ્ધ અપશબ્દો ઉચાર્યા હતા. આ સમગ્ર બાબત પોલીસ પાસે આવતાં નખત્રાણા પોલીસે હાલ આ અંગે જાણવાજોગ નોંધ કરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer