રસ્તામાં જરૂરિયાતવાળા લોકો દેખાય તો જાણ કરો

ભુજ, તા. 29 : રાજ્યમાં કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કચ્છ જિલ્લાની સેવાભાવી સંસ્થાઓ અને લોકોને જિલ્લા વહીવટી તંત્ર તરફથી અપીલ કરવામાં આવે છે કે કચ્છમાં અન્ય રાજ્યના લોકો જે પગપાળા નીકળી રહ્યા છે એવા જરૂરિયતાવાળા  લોકો જો આપને રસ્તામાં દેખાય તો તેમને જરૂરી આનુષંગિક સેવા આપવા તુરંત જાણ કરો.ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ નંબર 02832-1077 અને પોલીસ કન્ટ્રોલ રૂમ નંબર 100 પર જાણ કરવા કલેક્ટરે અનુરોધ કર્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તેઓને  ખાસ તૈયાર કરાયેલા આશ્રયસ્થાનમાં લઇ જવાની વ્યવસ્થા કરવામાં આવશે અને તેમને રહેવા-જમવાની વ્યવસ્થા પણ?તંત્ર દ્વારા સુનિશ્ચિત કરશે એમ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે. દ્વારા જણાવવામાં આવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer