રોહિતની નવી ફિટનેસ ટ્રેનર કોણ?

મુંબઇ તા.29: કોરોના વાઈરસને લીધે હાલ વિશ્વમાં તમામ ખેલ આયોજન બંધ છે. આથી ખેલાડીઓ ઘરમાં સમય પસાર કરી રહ્યા છે. આ દરમિયાન ક્રિકેટરોને ફિટનેસ જળવાઇ રહે તે માટે બીસીસીઆઇએ એક ખાસ પ્રોગ્રામ બનાવ્યો છે. આ સ્થિતિમાં ભારતીય ટીમનો ઉપસુકાની રોહિત શર્મામાં ઘરમાં રહીને તેની ફિટનેસ જળવાઇ રહે તે માટે કોશિશ કરી રહયો છે. રોહિત શર્મા આઇપીએલની ફ્રેંચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન છે. આ ટીમે આજે ટિવટ કર્યું છે કે જિમ નહીં ? હિટમેનને નવી ફિટનેસ ટ્રેનર મળી ગઇ છે. આ વાત કેવિન પીટરસને પણ તેના ટિવટર હેન્ડલ પર કરી છે. પીટરસને જણાવ્યું કે રોહિત પ4 માળની ઇમારતમાં રહે છે. તેમાં તમામ પ્રવૃત્તિ બંધ છે. જિમ પણ બંધ છે. આથી રોહિત ઘરમાં સતત ફિટનેસ પર કામ કરે છે. તે રોજ ઇમારતની સીડી ચડ-ઉતર કરે છે. જેમાં તેની પુત્રી સમાયારા પણ સાથ આપે છે. રોહિત કહે છે તે મારી ફિટનેસ ટ્રેનર છે. તે સતત મને ઘરમાં ભગાવે છે. મુંબઇ ઇન્ડિયન્સે પણ ટિવટ કર્યું છે કે રોહિતની નવી ટ્રેનર બીજી કોઇ નહીં તેની પુત્રી છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે રોહિત શર્મા ઇજાને લીધે પાછલા બે મહિનાથી ક્રિકેટથી દૂર છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer