ગાંધીધામ અને ભચાઉ મતક્ષેત્ર માટે ધારાસભ્યની ગ્રાંટ ફાળવાઈ

ગાંધીધામ, તા. 29 : કોરોના મહામારી સામે જ્યારે રીતસરની લડત શરૂ કરાઈ છે, ત્યારે ગાંધીધામ વિભાગના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ ગાંધીધામ તેમજ ભચાઉ શહેર-તાલુકા માટે 10-10 લાખની ગ્રાંટ ફાળવી છે. ધારાસભ્ય કાર્યાલયની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધર્યું છે ત્યારે જુદા-જુદા વિભાગો આરોગ્ય, સુરક્ષા, ધાર્મિક, સામાજિક, વ્યાપારી સંસ્થાઓ વગેરે દેશની સેવામાં લાગી ગયાં છે. 24 કલાક ખડે પગે રહીને આ સૌ સેવા આપી રહ્યા હોવાથી ધારાસભ્યએ તેમને બિરદાવ્યા હતા. ગાંધીધામ શહેર તાલુકા તથા ભચાઉ શહેર-તાલુકાના તેમના મતક્ષેત્રમાં લોકોના આરોગ્ય અર્થે સંરક્ષણાત્મક સાધનો માટે આ ગ્રાંટની તેમણે ફાળવણી કરી છે. ધારાસભ્ય જાતે દરરોજ વેપારી સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, કાર્યકર્તાઓ, અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી, વહીવટીતંત્ર સાથે સંકલન ગોઠવી નાગરિકોની તકલીફો દૂર કરવા સતત પ્રયત્નશીલ હોવાનું યાદીમાં ઉમેરવામાં આવ્યું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer