માધાપરવાસીએ ઓએલએક્સ પર સાઈકલ વેચવા કાઢી ને ખાતામાંથી નાણાં ઊપડયાં

ભુજ, તા. 29 : માધાપરના રહીશ સાથે નવતર પ્રકારની છેતરપિંડી થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ માધાપરની નારાયણવાડી સામેની બિપિન ભટ્ટનગર નામની ટેકરી ઉપર રહેતા મૂળ ઉત્તરપ્રદેશના જયસિંગ વિશ્નુદયાલસિંગે નોંધાવેલી ફરિયાદ મુજબ તેણે ઓએલએક્સ નામની એપ ઉપર સાઈકલ વેચવા માટે મૂકી હતી. જે માટે તેને ગત તા. 8/3ના સાંજે મો. નં. 76388 48086વાળા કોઈ અજાણ્યા આરોપીનો ફોન આવ્યો હતો અને નાણાં જમા કરાવા ફરિયાદીના ખાતા નંબર માગ્યા હતા. ફરિયાદીએ પોતાના એસબીઆઈ બેન્કના ખાતા નંબર આપતાં આ ખાતામાંથી થોડા દિવસોમાં ત્રણ વખત અલગ અલગ રકમનો ઊપડી ગઈ હતી. કુલ્લ 9680 રૂપિયા ઓનલાઈન મારફત ઉપડયા હોવાની ફરિયાદ પોલીસ સમક્ષ નોંધાઈ છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer