જનાજામાં 20થી વધુ લોકો ન જોડાય તેવી અપીલ કરાઈ

ભુજ, તા. 29 : અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા લોકડાઉનની પરિસ્થિતિને અનુસંધાને મુસ્લિમ સમાજને જનાજા બાબતે માર્ગદર્શન અપાયું હતું. અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ ઈબ્રાહીમ હાલેપોત્રાએ કચ્છ જિલ્લાના મુસ્લિમ સમાજોને સંબોધીને જણાવ્યું હતું કે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરેલ છે અને કલમ 144 લાગુ છે. તંત્રને સહકાર આપવો એ આપણી નૈતિક જવાબદારી બની રહે છે. આ લોકડાઉનની પરિસ્થિતિમાં કોઈ મુસ્લિમનું મરણ થાય તો જે-તે ગામ, શહેરના કે મરણ જનાર વ્યક્તિની સમાજના અગ્રણીઓ મરણ જનારના જનાજામાં 20થી વધુ લોકો ન જોડાય અને દરમિયાન દરેક લોકો માસ્ક પહેરે અને ચાલવામાં એકબીજા સાથે એક મીટરનું અંતર રાખે એની તકેદારી રાખે એવું સમિતિના મહામંત્રી સતારભાઈ માંજોઠીની યાદીમાં જણાવાયું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer