ગુડથર મતિયાદેવ ટ્રસ્ટ કોરોના સામે જંગમાં સહભાગી બનવા તત્પર

ગાંધીધામ, તા. 29 : કોરોના વાયરસના પગલે લોકડાઉન છે, કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે અબડાસાના નલિયા પાસે આવેલા અખિલ કચ્છ ગુડથર મોટા મતિયાદેવ સેવા ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ કે અન્ય પ્રજાકીય સેવા લેવા જણાવ્યું હતું.કોરોનાના પગલે વડાપ્રધાને 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. રાજ્યમાં પણ આ વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે.જિલ્લા પ્રશાસન પણ ખડેપગે છે ત્યારે  અખિલ કચ્છ ગુડથર મોટા મતિયાદેવ સેવા ટ્રસ્ટ પણ કોરોના સામેની આ જંગમાં સહભાગી બનવા તૈયાર છે. ગુડથર મતિયાદેવ ખાતે શાંત અને વિશાળ જગ્યા છે, જેમાં 5000થી 7000 લોકોની મદદ થઇ શકે તેવું ભવન   આવેલું છે. આ ભવનમાં 30 જેટલા વિશાળ રૂમ, 50થી વધુ બેડ, અને વિશાળ ડોમ આવેલા છે. આ જગ્યા ઉપર સરકાર હોસ્પિટલ કે અન્ય કોઇ પણ પ્રજાલક્ષી સેવા કરવા ઇચ્છે તો આ ટ્રસ્ટએ સહમતી દર્શાવી હતી. વૈશ્વિક મહામારીમાં આ ટ્રસ્ટ પણ સહભાગી બનવા ઇચ્છે છે, તેવી મુખ્યમંત્રી વિજય રૂપાણી, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા કલેકટરને ટ્રસ્ટના લક્ષ્મણ ભરાડિયા, કિશનભાઇ દનિચા વગેરેએ પત્ર લખી જાણ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer