અંજાર સુધરાઇએ અલગ-અલગ સ્થળે શાકમાર્કેટ શરૂ કરી

અંજાર, તા. 29 : કોરોનાના કહેરને અટકાવવા સમગ્ર દેશમાં લોકડાઉન કરાયું છે, ત્યારે અંજાર નગરપાલિકા વિસ્તારમાં શાકભાજી ખરીદી માટે બહાર નીકળતા લોકો પણ સુરક્ષિત રહે તે માટે તકેદારીના ભાગ રૂપે અહીંની મુખ્ય શાકમાર્કેટને હંગામી ધોરણે નગરપાલિકા હસ્તકના ટાઉનહોલ ખાતે ખસેડવામાં આવી છે. તે ઉપરાંત અન્ય ચાર સ્થળે વિજયનગર, જૂની કોર્ટની સામે, 45 હંગામી સ્ટોલ, ગુજરાત હાઉસિંગ બોર્ડ સામે, ખત્રી કોલોનીમાં 13, ખડિયા તળાવ પાસે 25 તેમજ ભુજ ઓકટ્રોય ચોકી પાસે 14 હંગામી સ્ટોલ એમ કુલ્લે 177 હંગામી સ્ટોલ ઊભા કરાયા છે. આ કામગીરી પ્રાંત અધિકારી ડો. વિમલ કે. જોશી, નગરપાલિકાના પ્રમુખ રાજેશ વી. ઠક્કર, કારોબારી ચેરમેન કેશવજીભાઇ કે. સોરઠિયા, શાસક પક્ષના નેતા ડેનીભાઇ શાહ, ચીફ ઓફિસર સંજયભાઇ પટેલ તથા મામલતદાર એ.બી. મંડોરીનાં સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. આ કાર્ય દરમ્યાન અંજાર પી.આઇ. શ્રી સોલંકી હાજર રહ્યા હતા તેમજ કચેરી અધીક્ષક ખીમજીભાઇ સિંધવ, સેનિ. ઇન્સપેકટર તેજપાલભાઇ લોંચાણી, ગુમાસ્તાધારા ઇન્સપેક્ટર રમેશભાઇ મસુરિયા, ઇજનેર અનસ ખત્રી, મહેન્દ્ર ભટ્ટ, સાવન પંડયા, ગુંજન પંડયા, ધવલ થરાદરા વિ.એ જહેમત ઉઠાવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer