અબડાસામાં 229 લોકો સંપર્કથી દૂર કરવામાં આવ્યા

નલિયા, તા. 25 : કોરોના વાયરસને ડામવા આરોગ્યતંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવાઈ રહ્યાં છે. ઉમરાહ અને દેશાવરથી આવેલા 224 લોકોને કવોરન્ટાઈન કરાયા છે. બીજીતરફ અન્ય વિસ્તારથી અબડાસામાં વાહનથી આવનાર લોકોનું કડક ચેકિંગ કરાય છે. રાતાતળાવ અને ડુમરા પાસે સ્કેનિંગ સેન્ટર ઊભાં કરાયાં છે. જ્યાં બહારથી આવનાર લોકોની  આરોગ્ય તપાસ કરાય છે. લોકડાઉનનો ચુસ્ત અમલ થાય તે માટે પ્રાંત અધિકારી દેવેન્દ્રસિંહ ઝાલાએ બેઠક બોલાવી આવશ્યક ચીજ-વસ્તુઓ, દૂધની દુકાનો કોઠારા અને નલિયા ખાતે બપોરે  2 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. જોકે, દૂધના વ્યવસાયની દુકાનોમાં છૂટછાટ આપવામાં આવી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer