પેટ્રોલ પંપો મર્યાદિત સમય માટે રહેશે ખુલ્લા !

ભુજ, તા . 25 : ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે રાત્રે મોટા સમાચાર સામે આવ્યા હતા કે, ગુજરાતમાં પેટ્રોલ પંપ મર્યાદિત સમય માટે ખુલ્લા રહેશે. પેટ્રોલિયમ ડીલર્સ એસોશિયેસન દ્વારા મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, હવે ગુજરાતમાં પેટ્રોલ સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી જ મળશે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનમાં પેટ્રોલ પંપ ખુલ્લા રહેશે તેવું સરકારે જણાવ્યું હતું. બીજીબાજુ, સરકાર દ્વારા દવાની દુકાન, પેટ્રોલ પંપ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ ખુલ્લી રહેશે તેમ અગાઉ જણાવાયું હતું. પણ ક્લોઝડાઉનને કારણે ગુજરાત પેટ્રોલ ડીલર્સ એસોસિયેશન દ્વારા પેટ્રોલ પંપના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય કરાયો હતો. હવે ગુજરાતમાં સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી જ પેટ્રોલ પંપ ખુલ્લા રહેશે. તે બાદ પેટ્રોલ-ડીઝલ મળશે નહીં, સાથે તેઓએ પેટ્રોલ પંપ સંચાલકોને પેટ્રોલનો પૂરતો જથ્થો રાખવા માટે પણ જણાવ્યું છે.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer