ભારતમાં બેઠે આંતરરાષ્ટ્રીય સ્તરે પેટન્ટ મળે

ભારતમાં  બેઠે આંતરરાષ્ટ્રીય સ્તરે પેટન્ટ મળે
ગાંધીધામ, તા. 23 : અહીંની ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ઈન્ડિયન પેટન્ટ ઓફિસ, ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગ, વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય ભારત સરકાર, કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (સી.આઈ.આઈ.)ના સંયુક્ત ઉપક્રમે ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી  રાઈટસ વિષય ઉપર વ્યાખ્યાન યોજાયું હતું. કાર્યક્રમના પ્રારંભમાં સી.આઈ.આઈ.ના અનિલ પાંડેએ   સ્વાગત કર્યું હતું. ચેમ્બર પ્રમુખ અનિલ જૈન, પૂર્વ પ્રમુખ પારસમલ નાહાટ, કારોબારી સભ્ય મોહન ગોયેલ  સહિતના  હસ્તે ઉપસ્થિત અતિથિઓનું  સન્માન કરાયું હતું ચેમ્બર પ્રમુખ અનિલ કુમાર  જૈને જણાવ્યું હતું કે  135 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ પૂરી કરવી હોય તો દેશમાં ઉદ્યમવૃત્તિને પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત છે. તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ ટ્રીલિયન અર્થવ્યવસ્થા પ્રાપ્ત કરવા માટેનાં  સૂચનનું સ્વાગત કર્યું હતું અને નીતિગત નિર્ણય લેવામાં  વેપાર સમુદાયને યોગ્ય સ્થાન આપવાની સરકારને અપીલ કરી હતી. વેપારી સમુદાયને નવીનતા પર  ધ્યાન કેન્દ્રિત કરવા અને બૌદ્વિક સંપત્તિ અધિકાર (આઈ.પી.આર.)ની નિર્ણાયક ભૂમિકાને  માન્યતા આપવા પણ  તેમણે અનુરોધ કર્યો હતો. સી.આઈ.આઈ.ના  ડે. ડાયરેક્ટર અનિલ પાંડેએ  જણાવ્યું હતું કે, કચ્છ કેવી રીતે મીઠું, હેન્ડીક્રાફટ્સ, રોગાન આર્ટ વગેરે  ક્ષેત્રોમાં જી.આઈ. (ભૌગોલિક  સૂચકઆંક) આઈપીઆરનો લાભ  લઈ શકે એમ છે. ઘણા બધા પેટન્ટ સમાપ્ત થઈ  રહ્યા છે,  જેનો  પ્રારંભિક  અભ્યાસ કરી કોઈ પણ કાનૂની અવરોધ  વિના તેનો મફતમાં ઉપયોગ કરી  શકાય તેમ છે. પેટન્ટ એન્ડ ડિઝાઈન્સ ઓફિસના આસિસ્ટન્ટ ડિરેક્ટર ડો. સુહાસ કુલકર્ણીએ  પેટન્ટ પ્રક્રિયાની વિસ્તૃત વિગતો આપી હતી. વીઆઈપીઓ વેબસાઈટ પર પેટન્ટ દ્વારા આપવામાં આવેલી માહિતીનો અભ્યાસ કરવો  જોઈએ. તેમાંથી ઘણી વ્યવસાયિક તકો શોધી શકાય છે. ઉત્પાદનો  વિશેની તમામ માહિતી સુચિબદ્ધ અપાય છે, તેવું તેમણે ઉમેર્યું હતું. સ્વતવાહના સ્થાપક અને એમ.ડી. આશિષ ગુપ્તા,  આઈપીઆરના  મૂલ્ય અંગે  વિગતો આપી હતી. એમ.એસ.એમ.ઈ.  વિભાગના આસ્ટિન્ટ  ડિરેક્ટર આશિષ પાંધીએ કહ્યંy હતું કે, સરકાર પાસે સ્ટાર્ટઅપ માટે  આઈપીઆર સંપત્તિ હેઠળ 35 લાખ ચૂકવવાની યોજના છે.એકસેલકોન આઈપીના સ્થાપક અને મુખ્ય આઈપી એટર્ની સંજયકુમાર પટેલે ભારતમાં બેઠા-બેઠા પેટન્ટ્સને  આંતરરાષ્ટ્રીય કક્ષાએ કરી રીતે લઈ જઈ શકાય તેનું માર્ગદર્શન આપ્યું હતું. સત્ગુરુ આઈપીના એમ.ડી. હરપ્રીતસિંહએ બેન્કરે પેટન્ટ, ડિઝાઈન, ટ્રેડમાર્ક, કોપીરાઈટ, જેવા વિવિધ  આઈપી અને ઉદ્યોગ સાહસિક - તેની  શોધને અન્યાયી હરીફાઈથી  કેવી રીતે સુરક્ષિત કરી શકાય તેની  માહિતી આપી હતી.  અંતમાં પ્રશ્નોત્તરી વિભાગમાં ઉપસ્થિતોના  પ્રશ્નોના તજજ્ઞોએ સંતોષકારક જવાબો આપ્યા હતા.  આઈ.પી.આર.  અંગે  ચેમ્બર ભવનમાં હેલ્પ ડેસ્કની વ્યવસ્થા પણ કરાઈ હતી, તેવું મંત્રી આશિષ જોષીએ એક યાદીમાં જણાવ્યું હતું.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer