ભૂકંપ બાદ અંજારે નવાં કીર્તિમાન સર કર્યાં

ભૂકંપ બાદ અંજારે નવાં કીર્તિમાન સર કર્યાં
અંજાર, તા. 23 : અહીંની નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિકાસનાં કામો ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કરવામાં આવશે તેવા ત્રણ કામોનું ખાતમુહૂર્ત રાજ્યમંત્રી વાસણભાઇ આહીરના હસ્તે થયું હતું. જેમાં વિજયનગર કોર્ટ પાછળ ગટરલાઇનનું કામ, ગાયત્રી મંદિર ખાતે પેવર બ્લોક પાથરવા તેમજ હિન્દુ મહાસભા સંચાલિત સાર્વજનિક હિન્દુ સ્મશાન ખાતે છાપરી બનાવવાનાં કામનું ખાતમુહૂર્ત થયું હતું.આ પ્રસંગે વકતવ્ય આપતાં વાસણભાઇ આહીરે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની કચ્છ તથા અંજાર પ્રત્યે વિશષ લાગણીના પ્રસંગોને વર્ણવતાં અંજાર  શહેર તથા તાલુકા માટે થયેલાં વિશિષ્ટ વિકાસનાં કાર્યોની ઉપલબ્ધિ ગણાવી અંજાર શહેર માટે પોતે હંમેશાં ચિંતિત રહ્યા છે. ભૂકંપ પછી આજ દિવસ સુધી અંજારના વિકાસે નવાં નવાં કીર્તિમાન સર કર્યાં છે. પૂજન વખતે ઉપપ્રમુખ  ધર્મિષ્ઠાબેન એસ. ખાંડેકા, કારોબારી ચેરમેન કેશવજીભાઇ કે. સોરઠિયા, શાસકપક્ષના નેતા અને શહેર ભાજપ પ્રમુખ ડેનીભાઇ શાહ, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ગોવિંદભાઇ કોઠારી વગેરે સાથે રહ્યા હતા. આ પ્રસંગે શ્રી રામ સખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજે ખાસ ઉપસ્થિતિ રહી આશીર્વચન પાઠવ્યા હતા. શાત્રોક્ત વિધિ દેવેન કનકચંદ્ર વ્યાસે કરાવી હતી.આ કાર્યક્રમોમાં શહેર ભાજપ મહામંત્રી દિગંતભાઇ ધોળકિયા, અશ્વિનભાઇ માલસતર - ડાડા, શિક્ષણ સમિતિ ચેરમેન કિશોરભાઇ ખટાઉ, વાઇસ ચેરમેન તેજસભાઇ, પૂર્વ પ્રમુખ વસંતભાઇ કોડરાણી, શ્રીમતી મહેતા, પુષ્પાબેન જે. ટાંક, દીપકભાઇ આર. આહીર, અશ્વિનભાઇ પંડયા, સુરેશભાઇ ઓઝા, વિનોદભાઇ ચોટારા,  જયશ્રીબેન મહેતા, કુંદનબેન જેઠવા, લીલાવંતીબેન પ્રજાપતિ, ગાયત્રી પરિવારના હસમુખભાઇ માથકિયા, હીરાલાલભાઇ રાજગોર, નટુભાઇ મહારાજ તેમજ ટ્રસ્ટી મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer