મડદદાદાના મહોત્સવમાં સમરસતા ઝળકી

મડદદાદાના મહોત્સવમાં સમરસતા ઝળકી
દેવપુર-ગઢ (તા. માંડવી), તા. 23 : સમરસતા અને ભાઇચારાની ભાવના ઝળકાવતા અબડાસા તાલુકાના લઠેડીના સીમાડામાં આવેલા મડદદાદાના ધર્મસ્થાનકે વાર્ષિક યાત્રા મહોત્સવ ઊજવાયો હતો. મહેશ સંપ્રદાયના સરતાઝ પીર સાહેબ માતંગ નારાયણદેવ લાલણને ઘોડાની શણગારેલી બગીમાં બેસાડી શોભાયાત્રા નીકળી હતી. કાનજીભાઇ ધુવાના નિવાસસ્થાનેથી શોભાયાત્રા નીકળી હતી. તળાવકાંઠે વિશાળ રાસોત્સવ યોજાયો હતો. શોભાયાત્રામાં કચ્છ, ગુજરાત, મુંબઇ, મદ્રાસ, કોલકાતાથી દર્શનાર્થે આવેલા હજારો ભાવિક ભાઇ-બહેનો, સરપંચ માલતીબેન ગોર અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દાદાની મઝારે ચાદરપોશી  બાદ ધ્વજારોહણ કરાયું હતું. વણઝારા પૂંજાદાદા માતંગ અને માતંગ ધર્મગુરુઓએ મતિયાપીરનો ઓમારો ગાઇ પૂજનવિધિ કરી પ્રસાદ ચડાવ્યો હતો. કલાકાર અક્ષય જાની ગ્રુપ દ્વારા રવિ લાંભા અને કલાકારોએ મહાઆરતી રજૂ કરી હતી. પીર સાહેબ નારાયણદેવ લાલણનાં સાંનિધ્યમાં બારમતી ધર્મપંથ બાદ દાતા રાધાબેન માવજીભાઇ વાણ (આધોઇ હાલે મુંબઇ), જીવાબેન ભવાનભાઇ બેરા (વોંધ હાલે મુંબઇ)ના સહયોગથી મહાપ્રસાદ યોજાયો હતો. રાત્રે કલાકાર કીર્તિદાનભાઇ ગઢવી અને કચ્છી કોયલ ગીતાબેન રબારીની સંતવાણી યોજાઇ હતી. યુવા લોકસાહિત્યકાર શ્યામ ગઢવીએ સ્વરચિત રચના રજૂ કરી હતી. કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય પી.એમ.જાડેજા (અબડાસા), માલતીબેન મહેશ્વરી (ગાંધીધામ), કિશોરભાઇ પિંગોલ (પ્રમુખ-કચ્છ જિલ્લા મહેશ્વરી મેઘવાળ સમાજ), નરેશભાઇ મહેશ્વરી (પૂર્વ પ્રમુખ, કચ્છ જિલ્લા કોંગ્રેસ), નરેશભાઇ કે. મહેશ્વરી (પૂર્વ ચેરમેન સામાજિક ન્યાય સમિતિ, જિ.પં.), કેશવજી રોશિયા (ચેરમેન, માંડવી તા.પં. સા.ન્યાય સમિતિ), નરેશભાઇ ફુલિયા (અધ્યક્ષ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ), જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર, માવજીભાઇ મહેશ્વરી, દાતા નારાણભાઇ સોંધરા, રાજેશ મમુભાઇ આહીર, ગાભુભાઇ વણકર, સહિતના મોભીઓ ઉપરાંત ધર્મગુરુઓ, સંતો, દાતાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સામાજિક અને રાજકીય આગેવાનોનું મડદદાદા સેવા સમિતિ દ્વારા સન્માન કરાયું હતું. ખાસ મસ્કતથી ઉપસ્થિત રમેશભાઇ પટેલ (માનકૂવા)નું વિશેષ સન્માન કરાયું હતું. મુંબઇ ગ્રુપના ઉમેશભાઇ પટેલ, રૂડાભાઇ પટેલ, ખીમજીભાઇ બેરા, ભરતભાઇ બેરા અને ખીમજીભાઇ ચૌધરી સંઘ સાથે જોડાયા હતા. દાદાના પરમ સેવક વેલજીદાદાનું ઓધવરામ સત્સંગ મંડળ રાતાતળાવના મનજીબાપુ વતી કાર્યકરોના હાથે વિશેષ સન્માન કરાયું હતું. જિ.પં. સદસ્યા કેશરબેન સામતભાઇ મહેશ્વરી, અબડાસા મહેશ્વરી સમાજના પ્રમુખ એડવોકેટ લાલજીભાઇ કટુવા, પશ્ચિમ કચ્છ મહેશ્વરી (મેઘવાળ) સમાજ સમૂહલગ્ન સમિતિના પ્રમુખ વેલજીભાઇ ઠોંટિયા, મંગલભાઇ ફમા સહિતના મોભીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંતવાણીમાં ભજનાનંદીઓએ છૂટા હાથે ઘોર કરી હતી. ઐસંચાલન રમેશ રોશિયા `રોશન' દ્વારા અને ચેતનભાઇ ધુવાએ આભારવિધિ કરી હતી. સમિતિના મધુકાંતભાઇ ધેડા, કાનજીભાઇ ધુવા, નાનજીભાઇ ચોરસિયા, પ્રવીણભાઇ કેનિયાનાં માર્ગદર્શનમાં સેવાભાવિ યુવાનોએ વ્યવસ્થા સંભાળી હતી. મડદ મહેર ગ્રુપના કાર્યકરોએ ખડેપગે સેવા આપી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer