અંતે રાપર-ફતેહગઢ સુધીના વિવાદિત માર્ગનું ખાતમુહૂર્ત

અંતે રાપર-ફતેહગઢ સુધીના વિવાદિત માર્ગનું ખાતમુહૂર્ત
રાપર, તા. 23 : વર્ક ઓર્ડર વહેલો આવી ગયો હોવા છતાં કોંગ્રેસના ધારાસભ્યની એસ.આર. ગ્રાંટમાંથી રાપર-ફતેહગઢ સુધી બે કિ.મી. માર્ગ મંજૂર થયો હોવાથી સ્થાનિક નેતાઓનાં કારણે કામમાં મોડું કરાયું હોવાનો આક્ષેપ કોંગ્રેસી અગ્રણી દ્વારા કરાયો હતો. માર્ગ-મકાન વિભાગ અને નગરપાલિકા વચ્ચેના ખટરાગને કારણે ઉપરોક્ત માર્ગ લાંબા સમયથી વિવાદમાં હતો. મસમોટા ગાબડાં પડી ગયા હોવાથી ભાજપ-કોંગ્રેસના સ્થાનિક આગેવાનો-પદાધિકારીઓ દ્વારા રજૂઆતો કરાઇ હતી. ધારાસભ્ય સંતોકબેન આરેઠિયા દ્વારા એસ.આર. ગ્રાંટમાંથી માર્ગ મંજૂર કરાયો હતો તેમ છતાં વિઘ્ન દૂર થયું ન હતું. પરંતુ જેવું આ કામનું ટેન્ડર મંજૂર થયું એટલે રાજ્યમંત્રી સહિતનાને આમંત્રણ પાઠવી કામનો જશ ખાટવા પ્રયાસ કરાયાનો આક્ષેપ ઊઠયો હતો. આ બે કિ.મી.ના માર્ગના ખાતમુહૂર્તમાં રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, સાંસદ વિનોદભાઇ ચાવડા, જિ.પં. પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ ગંગાબેન સિયારિયા, તા. ભાજપ પ્રમુખ નશાભાઇ?દૈયા સહિત જોડાયા હતા. અગાઉ જર્જરિત માર્ગ મુદ્દે સુધરાઇએ હાથ ઊંચા કરી લીધા હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. કામ મોડું થયાનું કોંગ્રેસ અગ્રણી ભચુભાઇ?આરેઠિયાએ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer