કચ્છી એન.આર.આઇ. અગ્રણી ભારત ગૌરવ એવોર્ડ દ્વારા મુંબઇ ખાતે સન્માનિત

કચ્છી એન.આર.આઇ. અગ્રણી ભારત ગૌરવ એવોર્ડ દ્વારા મુંબઇ ખાતે સન્માનિત
ભુજ, તા. 23 : મહારાષ્ટ્ર ગુજરાતી સમાજ મહામંડળના 31મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે વિશ્વ ગૌરવ, ભારત ગૌરવ અને મહારાષ્ટ્ર ગૌરવ એવોર્ડ દ્વારા વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓને સન્માનિત કરાઇ હતી. જેમાં કચ્છના અગ્રણી બિનનિવાસી ભારતીય સિરાઝ આણદાણી (લંડન)નું ભારત ગૌરવ એવોર્ડ 2020 આપીને બહુમાન કરાયું હતું. મુંબઇમાં દાદર પૂર્વ ખાતે યોગી સભાગૃહમાં આ એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સિરાઝ આણદાણીનું આ બહુમાન કરાયું હતું. એવોર્ડ માટેની પસંદગી સમિતિમાં હેમરાજ શાહ (મુંબઇ), જયપ્રકાશ પારેખ (નાગપુર) અને બિપિન નાગડા (ભીવંડી) રહ્યા હતા. આ પ્રસંગે મહામંડળની સામાન્ય સભા, રંગ કસુંબલ ડાયરો વગેરે યોજાયા હતા. કાર્યક્રમનું સંચાલન દિલીપ રાવલ દ્વારા કરાયું હતું. આ કાર્યક્રમમાં મૂળ કચ્છના વતની અને ખ્યાતનામ સંગીત બેલડી પૈકીના આણંદજીભાઇ શાહને પણ ભારત ગૌરવ એવોર્ડ દ્વારા નવાજાયા હતા. તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેઇમ `જેઠાલાલ' દિલીપ જોશીનું પણ આ એવોર્ડ આપી બહુમાન કરાયું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer