માંડવીના અજીતનાથ જિનાલયની 139મી વર્ષગાંઠ ઉમંગે ઊજવાઇ

માંડવીના અજીતનાથ જિનાલયની 139મી વર્ષગાંઠ ઉમંગે ઊજવાઇ
ભુજ તા. 23 : શહેરના અજીતનાથજી પ્રભુજી જૈન જિનાલયની 139મી વર્ષગાંઠની ઉજવણી મુનિ કંચનસાગરજી મ.સા. તથા ચારૂપ્રજ્ઞાશ્રીજી મ.સા. અનંતયશાશ્રીજી મ.સા. આદિઠાણા-4ની નિશ્રામાં કરવામાં આવી હતી. સત્તરભેદી પૂજા બાદ જિનાલયના શ્વેત શિખરો ઉપર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ધ્વજાનાં ચડાવાનો લાભ શાહ તારાબેન વચ્છરાજ મોતીલાલ-માંડવી પરિવારે લીધો હતો. જ્યારે ધ્વજા થાળનો લાભ માતા ચંદનબેન લક્ષ્મીચંદ છેડા પરિવારે લીધો હતો. આદેશ્વર પ્રભુજીની ધ્વજાનો લાભ પૂર્ણિમાબેન વૃજલાલ સંઘવી, શાંતિનાથ પ્રભુજીની સાગર ભરતભાઇ શાહ, યક્ષ યક્ષીણીની શિરિભાઇ કાંતિલાલ ભંડારી જ્યારે આરતીના ચડાવવાનો લાભ દિલીપભાઇ શાંતિલાલ જૈન, મંગલ દિવાનો હિરબાઇ પુનશી મૈશેરી, શાંતિ કળશનો કમલાબેન ચુનીલાલ શાહ, દીપક તથા ધૂપ-દાનીનો લાભ કસ્તુરબાઇ હીરાચંદ મુનવર પરિવારે લીધો હતો. સંગીતકાર કિશોર સંગાર એન્ડ પાર્ટીએ ભારે રમઝટ જમાવી હતી. બપોરે સધાર્મિક ભક્તિ સ્વ. માતા કમલાબેન ચુનીલાલ શાહ, સ્વ. કમલેશભાઇ નટવરલાલ શાહ, સ્વ. કૃણાલ નૈષેધ ભંડારી-માંડવી તરફથી યોજાઇ હતી. સંચાલન પ્રબોધ મુનવરે જ્યારે આભાર દર્શન ભદ્રીકભાઇ મૈશેરીએ કર્યું હતું. સંજયભાઇ ડગાળાવાલા, ચેતન વોરા, અરવિંદભાઇ ગાલા, જશવંતભાઇ શાહ, કીર્તિભાઇ મહેતા, ઝરણભાઇ શાહ, નૈષેદ ભંડારી, વસંત સંઘવી, મહેશ ચુનીલાલ, રતિલાલભાઇ લોડાયા, દિનેશભાઇ શાહ, દિલીપભાઇ જૈન, નિલેશ પોલડીયા તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થામાં તિલક ડાઘા, કૃણાલ ડાઘા, વિનય મૈશેરી, હીરેન ધરમશી તથા સર્વે કાર્યકર ભાઇ-બહેનોએ સહકાર  આપ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer