સ્ત્રી રોગ ટીમે યુવતી ઉપર શત્રક્રિયા કરી અંડાશય બચાવી ત્રીત્વ સંવાર્યું

સ્ત્રી રોગ ટીમે  યુવતી ઉપર શત્રક્રિયા કરી અંડાશય બચાવી ત્રીત્વ સંવાર્યું
ભુજ, તા. 23 : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં અપરિણીત યુવતીના અંડાશયમાં ચડેલા વળને કારણે ભવિષ્યમાં તેને પ્રસૂતિ અને ગર્ભધારણ સંબંધી કોઇ જટિલતા ઉભી ન થાય તે રીતે ત્રીરોગ વિભાગની નિષ્ણાંત ટીમ દ્વારા શત્રક્રિયા કરી તેનું ભવિષ્ય સંવારી દીધું છે. ત્રીરોગ વિભાગના વડા ડો. નિમેષ પંડયાના જણાવ્યા અનુસાર અબડાસાના અંતરિયાળ ગામની 16 વર્ષની સુગરાબેનના પેટમાં સખત દુ:ખાવો થતાં તેની માતાએ ભુજની ખાનગી હોસ્પિટલનો સંપર્ક સાધ્યો. તબીબે ઓપરેશનની સલાહ આપી. પરંતુ આર્થિક સમસ્યા આડે આવતાં પેટમાં સખત દુ:ખાવા સાથે જી.કે.માં લાવ્યા હતા.જનરલમાં દાખલ કરી સોનોગ્રાફી કરતાં અંડાશયમાં વળ ઉપરાંત અંડાશય આખું ખરાબ થઇ ગયું હતું. તેની સ્થિતિ એવી હતી કે, ગણતરીના કલાકોમાં જ શત્રક્રિયા ન કરાય તો અંડાશયમાં અસર થાય અને ભવિષ્યમાં ગર્ભાધાનની સમસ્યા સર્જાય આ ઉપરાંત તેમાંથી કાળું  લોહી પણ નીકળતું હતું.આ તમામ ગૂંચવણ ટાળવા ડો. પંડયાની ટીમે લેપ્રોસ્કોપીક સર્જન ડો. સુરભી  વેગડને સાથે રાખી આસિ. પ્રો. ડો. વિન્કલ લડાણીએ  યુવતીના અંડાશયની વળ કાઢી નાખી એટલું જ નહીં ભવિષ્યમાં પણ આવું ન થાય તે માટે અંડાશયને રાઉન્ડ લીગામેન્ટ સાથે બાંધી દેવામાં આવ્યું. એનેસ્થેટીક ડો. રાજવીરને પણ સાથે રખાયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer