એશિયન કુશ્તીમાં જિતેન્દર ફાઈનલમાં, સુશીલની રાહ કઠિન

નવી દિલ્હી, તા. 23 : જિતેન્દર કુમારે એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપના 74 કિલો વર્ગના ફાઇનલમાં પહોંચીને ઓલિમ્પિક કવોલીફાયર માટેની ભારતીય ટીમમાં સ્થાન પાકું કરી લીધું છે. આથી અનુભવી પહેલવાન સુશીલ કુમારનું ટોકિયો ઓલિમ્પિકમાં ભાગ લેવું કઠિન બની શકે છે. એશિયન કુસ્તીમાં આજે દીપક પૂનિયા અને રાહુલ અવારેની સેમિફાઇનલમાં હાર થઇ હતી. આથી આ બન્ને હવે કાંસ્ય ચંદ્રકના મુકાબલામાં આજે રમશે. ઓલિમ્પિક કવોલીફાયરમાં જો જીતેન્દર ઉમદા દેખાવ કરશે તો  સુશીલકુમારનો ટોકિયો ઓલિમ્પિકનો રસ્તો લગભગ બંધ થઇ જશે. ગઇકાલે પ7 કિલો વર્ગના ફ્રી સ્ટાઇલમાં રવિ દહિયાએ સુવર્ણ ચંદ્રક જીત્યો હતો, પણ ઓલિમ્પિકના સૌથી મોટા દાવેદાર બજરંગ પૂનિયાને ફાઇનલમાં જાપાની પહેલવાન તાકુતો ઓટોગુરુ સામે હાર મળી હતી. આથી તેને રજત ચંદ્રકથી સંતોષ માનવો પડયો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer