ભુજમાં ગૌમાંસના વેચસાટની પ્રવૃત્તિ ફરી કાયદાની ઝપટે : એક ઝડપાયો

ભુજ, તા. 23 : જિલ્લાના આ મુખ્ય મથકે સુરલભિટ્ટ રોડ ઉપર ચાંદચોક વિસ્તારમાં દરોડો પાડી ગૌવંશના પશુઓની કતલ અને તેના માંસની વેચસાટ માટેની પ્રવૃત્તિ પોલીસદળે જિલ્લા સ્તરેથી ઝડપી પાડી હતી. આ પ્રકરણમાં દોઢેક કિલો ગૌમાંસ અને સાધનો સાથે એક ઇસમને પકડયો હતો. જ્યારે બીજો ઇસમ હાથમાં આવ્યો ન હતો. પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બાતમીના આધારે આ કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં ચાંદચોક ખાતે રહેતા અનવર સાજન મોખાની ધરપકડ કરાઇ હતી. જ્યારે તેનો સાગરિત એવો તાલુકાના નાના વરનોરા ગામનો અબ્દુલ્લ ઇશા મોખા બનાવના સ્થળે હાજર ન હોવાથી હાથમાં આવ્યો ન હતો. આ ઇસમને પકડવા માટેનાં ચક્રો ગતિમાન કરાયાં છે. પોલીસ સાધનોએ આ વિશે આપેલી માહિતી મુજબ ગ્રુપના હેડ કોન્સ્ટેબલ મદનાસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પડાયેલા આ દરોડામાં પકડાયેલા અનવર મોખા પાસેથી દોઢેક કિલો જેટલો ગૌમાંસનો જથ્થો ઉપરાંત માંસના નાના-નાના ટુકડા કરવા માટેનાં સાધનો, સાદો વજનકાંટો, વજનિયા તથા એક એક્ટિવા સ્કૂટર તથા રૂા. 43760 રોકડા મળી કુલ્લ રૂા. 1.07 લાખની માલમતા કબ્જે કરાઇ હતી. ધરપકડ કરાયેલા તહોમતદારની સઘન પૂછતાછ અવિરત રાખતાં તેની પાસેથી ગૈમાંસનો જથ્થો કયાંથી આવતો હતો અને પશુઓની કતલ કયાં થતી હતી તેના સહિતની કડીઓ પોલીસ મેળવી રહી છે. દરોડાની કાર્યવાહીમાં એસ.ઓ.જી. ઇન્સ્પેક્ટર એ.આર. ઝાલા સાથે સ્ટાફના વાછિયાભાઇ ગઢવી, ઇન્દ્રવિજયાસિંહ ગોહિલ, મદનાસિંહ જાડેજા, નરેન્દ્રાસિંહ ઝાલા, રઝાક સોતા, ગોપાલ ગઢવી, મહિપતાસિંહ સોલંકી, સીમાબેન ચૌધરી વગેરે જોડાયા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer