ભચાઉ પાસે 3.2ની તીવ્રતાના આંચકાથી વાગડની ધરા ધ્રૂજી

ભુજ, તા. 23 : કચ્છમાં શિયાળુ ઠારની અસર ઓસરવા સાથે ઉનાળુ ઉકળાટનો અહેસાસ શરૂ થયો છે, ત્યારે રવિવારની રાત્રે 3.2ની તીવ્રતાવાળા એક આંચકાથી વાગડની ધરા ધ્રૂજી હતી. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરી પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ભચાઉથી 20 કિલોમીટરના અંતરે આજે રાત્રે 8 અને 11 મિનિટે 3.2ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. આ આંચકાનું કેન્દ્રબિંદુ આધોઈ અને હલરા વચ્ચે હોવાની માહિતી પણ અપાઈ હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer