ભુજમાં નાગરિકતા કાયદાના મામલે વિરોધ પ્રદર્શનમાં 29 સામે ફોજદારી

ભુજ, તા. 23 : સીએએ અને એનઆરસીના વિરોધના પગલે આજે ભારતબંધના એલાન વચ્ચે વિના પરવાનગીએ ભુજના ટાઉનહોલ પાસે ભીમ આર્મી સેનાએ વિરોધ પ્રદર્શન કરી ઉશ્કેરણીજનક પ્રવચન કર્યાના આરોપ સાથે સુલેહ-શાંતિના ભંગ બદલ 29 કાર્યકરોની અટક કરતાં ડખો સર્જાયો હતો.    પોલીસે 29 કાર્યકર સામે ફોજદારી દાખલ કરી અટકાયત કરી હતી.ભુજના ટાઉનહોલ સામે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભીમ આર્મી સેનાના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા બાદ કહેવાતા ઉશ્કેરણીજનક પ્રવચન બાદ ભારત બંધના એલાનની અમલવારી માટે દુકાનો બંધ કરવા નીકળતાં પોલીસે કાર્યકરોની અટકાયતના પ્રયાસ કરતાં જોરજબરદસ્તી થવા સાથે ડખો થયો હતો.આ બનાવનાં પગલે લખનભાઈ નાથાભાઈ ધુઆ (ભુજ), સાગરભાઈ શંકરભાઈ માતંગ (ભુજ), આરીફ હાજી ઈસ્માઈલ લુહાર (દરશડી, તા. માંડવી), લાલજી ગાંગજીભાઈ મહેશ્વરી (મોટા કાંડાગરા, તા. મુંદરા), ભાવેશભાઈ હીરજીભાઈ મહેશ્વરી (મિરજાપર), જગદીશ દેવશીભાઈ ગરોડ (મોટી વિરાણી, તા. નખત્રાણા), ખુશાલ સંજયભાઈ ગરવા (લુડવા, તા. માંડવી), સુરેશભાઈ કાનજીભાઈ શામળિયા (ધાણેટી, તા. ભુજ), પરવીન પાંચાભાઈ સંજોટ (કોટાય, તા. ભુજ), ગૌતમ કાનજીભાઈ મારવાડા (ભુજ), ભરત ડાયાલાલ મારવાડા (ભુજ), મહેશભાઈ વાલજીભાઈ મહેશ્વરી (રામાણિયા, તા. મુંદરા), કિશન જખુભાઈ મંગરિયા (ભુજોડી, તા. ભુજ), ભરત રામજીભાઈ નંજાર (નિરોણા, તા. નખત્રાણા), રમેશ બાબુલાલ જેપાર (ભુજ), શૈલેશ બાબુલાલ જેપાર (ભુજ), સંજય દિલીપભાઈ રાઠોડ (ફતેહગઢ, તા. રાપર), કૌશલ્યાબેન અમરતલાલ પટેલ (ભુજ), સુરેશ વેલજીભાઈ ધેડા (કિડાણા, તા. ગાંધીધામ), વાલજી મીઠુભાઈ મહેશ્વરી (ગાંધીધામ), વીનેશ કાનજીભાઈ નંજાર (ગાંધીધામ), વિનોદ ભીમજી મહેશ્વરી (ઝુરા, તા. ભુજ), નવીન લક્ષ્મણભાઈ મહેશ્વરી (ઝુરા, તા. ભુજ), હરિલાલ ગોવિંદભાઈ       મહેશ્વરી (ઝુરા, તા. ભુજ), વીરજી જુમાભાઈ મહેશ્વરી   (ઝુરા, તા. ભુજ), પ્રકાશ રાજેશભાઈ મારવાડા (ઝુરા, તા. ભુજ), રાહુલ હરેશભાઈ મહેશ્વરી (માનકૂવા, તા. ભુજ), કૈલાસ રામજી બુચિયા (રામપર વેકરા, તા. માંડવી) અને દિનેશ વેલજી મેઘવાળ (માનકૂવા, તા. ભુજ) સામે વિના પરવાનગીએ ગેરકાયદેસર મંડળી રચી જાહેર સુલેહ-શાંતિના ભંગ બદલ મહાવ્યથા તથા ફરજમાં રુકાવટ બદલ ફરિયાદ દાખલ કરાઈ હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer