મેધપર કુંભારડીમાં ગળા ફાંસો ખાઈ યુવાનનો અકળ આપઘાત

ગાંધીધામ, તા. 23: અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં 24 વર્ષીય યુવાન બ્રીજેશ ઉર્ફે બાલુ ગોપાલ મહેશ્વરીએ  ગળાફાંસો ખાઈ જીવાદોરી ટુંકાવી હતી.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ મેઘપર  કુંભારડીના ભક્તિનગરમાં અકસ્માત મોતનો બનાવ આજે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ  મોતનો માર્ગ અપનાવ્યો હતો. બનાવ પાછળનું કારણ અકળ છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer