દોલતપર-માતાના મઢ વચ્ચે શાળા સામેની પવનચક્કી- વાહનો ખસેડવા માંગ

ભુજ, તા. 23 : લખપત તાલુકાના દોલતપરથી માતાના મઢ જતા રસ્તામાં આવેલી કે.જી.બી. સંચાલિત શાળાની સામે પવનચક્કીના ઊભા રહેતા વાહનો અને ચાલકો દ્વારા શાળાની પાસે  પેશાબ-જાજરૂ કરાતા હોવાથી આ પ્લાન્ટ તથા વાહનો દૂર ખસેડવા રજૂઆત કરાઈ છે.  સામાજિક અગ્રણી કે. ડી. જાડેજાએ જિલ્લા કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી છે કે, આ શાળામાં 50 જેટલી કન્યાઓ અભ્યાસ કરી રહી છે, તેમજ પરીક્ષા નજીક હોવાથી વાહનોના ઘોંઘાટથી ધ્વનિ પ્રદૂષણ આખો દિવસ થાય છે, જેથી પવનચક્કીનો આ પ્લાન્ટ તથા વાહનો દૂર ખસેડવા અને કંપની પોતાના નિયમોનું પાલન કરે તે માટે કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer