ગોરેવાલી (બન્ની)માં વિવિધ સ્પર્ધાના વિજેતા બાળકોને નવાજાયા

ગોરેવાલી બન્ની (તા. ભુજ), તા. 23 : આઝાદનગર સંકુલમાં મૌ. આઝાદ માધ્યમિક શાળા, અનુદાનિત નિવાસી પ્રા. શાળા તેમજ આજુબાજુની પંચાયતી શાળાઓના ઉપક્રમે ભારત સરકારના સૂચન એવમ પ્રસારણ મંત્રાલયના ક્ષેત્રિય લોકસંપર્ક કાર્યાલય ભુજ તરફથી પર્યાવરણ જાગૃતતા  કાર્યક્રમ, બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.આ અંતર્ગત શાળા કક્ષાએ વિવિધ ર્સ્ધાઓ જેમાં દોડ, ગોળાફેંક, ચિત્રસ્પર્ધા, મહેંદી, વકતૃત્વ સ્પર્ધા યોજાઇ હતી. મેહુલ ફાઉન્ડેશન અમદાવાદ તરફથી નાટક ભજવાયું હતું. તેમજ વિજેતા બાળકોને પ્રોત્સાહિત કરાયા હતા.કાર્યક્રમમાં મૌ. આઝાદ શૈક્ષણિક સંઘના ચેરમેન મીરખાન મુતવા, ક્ષેત્રિય પ્રચાર અધિકારી કે.આર. મહેશ્વરી, ધોરડો બી.એસ.એફ.ના શ્રી વિરલ, શ્રી રાણા અને શ્રી બાબુ, ફોરેસ્ટ વિભાગમાંથી અનિલસિંહ ઝાલા અને ધીરજભાઇ, તા.પં.ના કાર્ડિનેટર વિનોદભાઇ ભાનુશાલી, ગોરેવાલી ગ્રા.પં. સરપંચ મુસ્તાક મુતવા, ગોરેવાલી આરોગ્ય કેન્દ્રમાંથી ડો. જિતેન્દ્રભાઇ, ગોરેવાલી ગ્રુપ શાળાના આચાર્ય ગૌરવ જોટવા તેમજ આસપાસની પ્રા. શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આભારવિધિ મૌ. આઝાદ માધ્યમિક શાળાના આચાર્ય ચન્દ્રસિંહ ગોહિલે, સંચાલન મદદનીશ શિક્ષક જી.ડી. જાડેજાએ કર્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer