27-28મી ફેબ્રુ.ના સિદ્ધયોગી ધોરમનાથ દાદાના પાટોત્સવે ધીણોધર ખાતે મેળો

વિરાણી (તા. નખત્રાણા), તા. 23 : સિદ્ધયોગી ધોરમનાથ દાદાની તપોભૂમિ ધીણોધર ડુંગર સંસ્થાનમાં આગામી તા. 27 અને 28/2 ગુરુ/શુક્રવારે બે દિવસીય પાટોત્સવ પ્રસંગે યોજાનારા મેળા માટેનું આયોજન કરવા પાંચાડાના અગ્રણી - ભાવિકોની બેઠક સંસ્થાના મહંત મહેશનાથજીના અધ્યક્ષસ્થાને મળી હતી. પ્રથમ દિને ફાગણ સુદ ચોથ ગુરુવારે તા. 27ના રાત્રે સંતવાણી, દ્વિતીય દિવસે તા. 28ના ફાગણ સુદ પાંચમ શુક્રવારે સવારે 9 કલાકે શિખર ઉપર મંદિરે હોમ-હવમ, ધ્વજારોહણ, પૂજન, આરતી, પેડી યોજાશે. બપોરે તળેટીમાં પ્રસાદ યોજાશે. યજ્ઞ આચાર્યપદે શ્યામસુંદર મારાજ રહેશે.બેઠકમાં ભીભાજી જાડેજા (અરલ નાની), ભાગવતાચાર્ય યોગેશ મારાજ, ભવાનીસિંહ સોઢા, બાબુભાઇ પટેલ (અરલ), જાડેજા ચેતનસિંહ વી., એલ. બી. જાડેજા, રામા હમીર, પ્રેમજી કાપડી, રવજીભાઇ આહીર (હીરાપર), જાડેજા લાલજી, નરશી વેરશી, રાજમલજી જાડેજા (હીરાપર) સહિત અરલ, દેવીસર, હીરાપર, વિરાણી, ચંદ્રનગર, ગોધિયારના અગ્રણી ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનું સંચાલન છગનલાલ આઇયા, આભારવિધિ થાન જાગીરના કારભારી વિજયરાજજી જાડેજાએ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer