મંદિર અને સંતોને બદનામ નહીં કરવા ભાવિકોની માંગ

મંદિર અને સંતોને બદનામ નહીં કરવા ભાવિકોની માંગ
દયાપર (તા. લખપત), તા. 20 : ભુજ સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટયુટમાં બનેલા બનાવ અને ભુજ મંદિર તેમજ સંતોને જવાબદાર ઠેરવવાની કોશિશ થઈ રહી છે. તે સામે દયાપર સ્વામિનારાયણ મંદિર દ્વારા આગેવાનોએ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું.  મુખ્યમંત્રીને ઉદેશીને લખેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, આ કોલેજમાં જિલ્લાની 1400 છાત્રાઓ અભ્યાસ  કરે છે. જેમાં 800 વિદ્યાર્થિનીઓ કોલેજમાં રહીને અભ્યાસ કરે છે.અને તે વિવિધ સમાજોની છે. બધાની આર્થિક પરિસ્થિતિ સરખી હોતી નથી.ઘણા વાલીઓ અહીં આશરો લે છે. સંસ્થાની નીતિને અમુક વિરોધી પરિબળોએ ન ભૂલવું જોઈએ કે આ સંસ્થા અમુક દીકરીઓને ફી લીધા વગર મફત અભ્યાસ  કરાવે છે. દયાપર સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી હસમુખભાઈ પટેલએ મામલતદારને રજૂઆત કરી  સંસ્થાને બદનામ ન કરવામાં આવે તેવું જણાવાયું હતું. ધનજીભાઈ કરશનભાઈ,  કરશનભાઈ સામજી પટેલ, નરનારાયણ યુવક મંડળના પ્રમુખ આશિષભાઈ સાંખલા સાવલા વગેરે હાજર રહ્યા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer