ભુજમાં સામાન્ય નાગરિકને વેરા માટે પરેશાન કરાશે તો ઉગ્ર કાર્યવાહી

ભુજ, તા. 20 : જો કોઇ તપાસ વિના નગરપાલિકા દ્વારા બાકી લેણા વસૂલ કરવા બાકીદારોના દ્વારે ઢોલ વગાડાશે તો વિપક્ષ સુધરાઇના અધિકારી, કર્મચારી ઢોલ-થાળી સહિતના સાધનો જપ્ત કરી સખ્ત કાર્યવાહી કરશે તેવી ચીમકી વિપક્ષી નેતા દ્વારા અપાઇ હતી. મુખ્ય અધિકારીને સંબોધી અપાયેલી ચીમકીમાં જણાવાયા મુજબ શહેરીજનોને પાણી, ગટર, રસ્તા વિ. પ્રાથમિક સુવિધા આપવામાં સુધરાઇ નિષ્ફળ ગઇ છે. કરોડોની સરકારી યોજનાઓ છતાં ઠેકઠેકાણે ગટર ઊભરાઇ રહી છે.આવી અનેક સમસ્યાનો ઉલ્લેખ કરી ઉદ્યોગો, સરકારી તેમજ ખાનગી સંસ્થાઓના લાખથી ઉપરના લેણા માટે કાર્યવાહી સામે વિપક્ષને વાંધો નથીપરંતુ સામાન્ય લોકોને પરેશાન કરાશે તો સુધરાઇ પ્રમુખ તથા કારોબારી ચેરમેનના નિવાસસ્થાને અને કચેરીમાં ઢોલ વગાડી વિરોધ પ્રદર્શન કરાશે તેવી ચીમકી શ્રી જાડેજાએ આપી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer