વિજપાસર ફાટક પાસેના હુમલા પ્રકરણે આઠ આરોપી નિર્દોષ

ગાંધીધામ, તા. 20 : ભચાઉ-સામખિયાળી સર્વિસ રોડ ઉપર વિજપાસર ફાટક સામે અઢી વર્ષ અગાઉ મહેસાણાના બે લોકો પર આઠ શખ્સોએ જૂથ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડવાના બનાવમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા હતા.વિજપાસર ફાટક પાસે કીર્તિકુમાર મંગળ પ્રજાપતિ અને જનકભારથી ગોસ્વામી ઉપર આઠથી દસ લોકોએ ધોકા, લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. ગત તા. 7/6/2017ના આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમાં પોલીસે 8 લોકોની ધરપકડ કરી બાદમાં તેમના વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. ભચાઉની કોર્ટે આધાર પુરાવા, દલીલો સાંભળીને ધનરાજસિંહ ઝાલા, અનવર ખલિફા, અમરશી કોળી, વાલજી આહીર, ભૂપેશદાન ગઢવી, મયૂરસિંહ કલુભા જાડેજા, બટુકસિંહ વાઘેલા, વિનોદસિંહ વાઘેલાને નિર્દોષ જાહેર કરી તેમને છોડી મૂકવાનો આદેશ કર્યો હતો. આ આરોપીઓઁ પક્ષે ધારાશાત્રી અજમલ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer