કચ્છ સાથે રાજ્યમાં તમામ મોરચે ભાજપ સરકાર નિષ્ફળ

કચ્છ સાથે રાજ્યમાં તમામ મોરચે ભાજપ સરકાર નિષ્ફળ
રાપર, તા. 19 : નગરપાલિકાના ટાઉનહોલ ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાપર તાલુકાનું સંમેલન યોજાયું હતું.જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા, ધારાસભ્ય સંતોકબેન આરેઠિયા, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા વી. કે. હુંબલ, ભચુભાઇ આરેઠિયા, હાજી જુમા રાયમા, અંજલિ ગોર, રમેશભાઇ, રાપર તાલુકા કોંગ્રેસ પ્રમુખ બહાદુરસિંહ પરમાર, તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા ભાવનાબેન ઠાકોર સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડાનું સ્વાગત કરાયું હતું. શ્રી ચાવડાએ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા જેમાં વાગડ વિસ્તારમાં રોડ, આરોગ્ય, શિક્ષણ, કાયદો અને વ્યવસ્થા, ખનિજ ચોરી, વાહનવ્યવહાર સહિતની સ્થિતિ કફોડી બની હોવાનું તથા ભાજપ સરકાર પોતાની જાતનીવાહ વાહ કરી રહી છે અને આમ જનતાને હેરાન થવું  પડે છે. ઉપરાંત વાગડ સહિત કચ્છ જિલ્લા અને સમગ્ર રાજ્યમાં ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ રહી છે તેમ જણાવી આગામી જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં કાર્યકરોને કામે લાગી જવા તથા સામાન્ય લોકોના પ્રશ્નોને ઉકેલવા માટે તૈયાર રહેવા ઉપસ્થિતોને હાકલ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer