અંજારમાં બે ચોરાઉ બાઇક સાથે એક શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 19 : અંજારના યોગેશ્વર ચાર રસ્તા પાસે એક શખ્સને પકડી પાડી તેની પાસેથી ચોરાઉ બાઇક જપ્ત કરવામાં આવી હતી.અંજારના યોગેશ્વર ચાર રસ્તા પાસે પોલીસ વાહન ચેકિંગમાં હતી દરમ્યાન, ભરત બાબુ મરંડ (આહીર) શંકાસ્પદ લાગતાં તેને રોકાવાયો હતો. તેની પાસે રહેલી બાઇક નંબર યુ.પી. 11 બી.ઇ. 5859ના આધાર-પુરાવા મગાતાં તે આપી શક્યો નહોતો. દરમ્યાન, તેની કડક પૂછપરછ કરાતાં આ બાઇક ચોરીની હોવાનું તથા અન્ય એક બાઇક નંબર જી.જે. 12 બી.કે. 6777વાળી પિંજોરાપીર પાસે બાવળની ઝાડીમાં હોવાની કેફિયત આપી હતી. આ જગ્યાએથી પણ પોલીસે બાઇક જપ્ત કરી હતી. રૂા. 80,000ની બે બાઇક કબ્જે લઇ પોલીસે આગળની તપાસ હાથ?ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer