ભુજ બારની સામાન્ય સભામાં સભ્યોને સંલગ્ન વિવિધ બાબતે નિર્ણય લેવાયા

ભુજ, તા. 19 : ભુજ બાર એસોસીએશનની સામાન્ય સભા બોલાવાઈ હતી. જેમાં વકીલમિત્રો માટે સ્થાનિક વેલફેર સાથે ગ્રુપ મેડિક્લેઈમ, એક્સિડેન્ટ પોલીસી અને જીવન વીમા પોલીસીના મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા બાદ સ્થાનિક વેલફેર કમિટીની રચના કરવામાં આવી હતી. વેલફેર કમિટીના સભ્યોને આ યોજનાનો લાભ આપવામાં આવશે. ઉપરાંત ભુજ બારના નવા સભ્યો માટે પ્રવેશ ફી, સામાન્ય સદસ્ય મંથલી ફી તેમજ આજીવન ફીની ચર્ચા બાદ હવેથી નવા સભ્યો માટે પ્રવેશ ફી રૂા. 1000, સામાન્ય સભ્ય એક માસના રૂા. 100 તથા આજીવન સભ્ય ફી રૂા. 3000 લેવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત હાલના બારના તમામ સભ્યોએ ભુજ બાર એસોસીએશનના વાર્ષિક ખર્ચને પહોંચી વળવા માટે ભુજ બારના દરેક સભ્યોએ વાર્ષિક રૂા. 200 મેઈન્ટેનન્સ ચાર્જ તરીકે આપવાના રહેશે. જે સામાન્ય સભામાં સર્વાનુમતે ઠરાવ કરવામાં આવેલો છે. આ ઉપરાંત વાર્ષિક હિસાબો માટે આંતરિક ઓડિટરની નિમણૂક, સિનિયર વકીલોની એડવાઈઝરી બોર્ડની કમિટીની રચના કરવામાં આવી છે. તેમ પ્રમુખ વિમલ જે. મહેતા તથા મંત્રી અમિત એ. ઠક્કરની યાદીમાં જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer