આજે માંડવીનો 440મો સ્થાપનાદિન ઊજવાશે

આજે માંડવીનો 440મો સ્થાપનાદિન ઊજવાશે
માંડવી, તા. 18 : શહેરનાં 440મા સ્થાપના દિવસની ઉજવણી નગર સેવા સદન દ્વારા રંગારંગ કાર્યક્રમો સાથે તા 19-2ના કરાશે. આ ઉજવણીએ સવારે 9 વાગ્યે કાંઠાવાળા નાકા પાસે નગરપતિ મેહુલભાઇ શાહના હસ્તે ખીલી પૂજન કરી તોરણ બંધાશે. સાંજે 5 વાગ્યે નવીનીકરણ થયેલા ભીમાણી ટાવરનું લોકાર્પણ તથા દાતાઓનું સન્માન, પંડિત દીનદયાલ ઉપાધ્યાય ગ્રાઉન્ડ ખાતે સાંસદ વિનોદભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં ધારાસભ્ય વીરેન્દ્રસિંહજી જાડેજાના હસ્તે કરાશે.આ અવસરે ટાગોર રંગભવન પાસે કાર્નિવલનું ઉદ્ઘાટન કોઝવે પાસે જનસુવિધા કેન્દ્રનું લોકાર્પણ હિન્દુ સ્મશાન ગૃહની કમ્પાઉન્ડ વોલનું ભૂમિપૂજન, રસ્તાઓના નામકરણ કરાશે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લોકોમાં જાગૃતિ લાવવા, પ્લાસ્ટિક મુક્ત માંડવી શહેર બનાવવા સ્થાપના દિવસનું આમંત્રણ, કાપડની થેલી ઉપર પ્રિન્ટ કરી શહેરીજનોને અપાયું હતું.  નગરપતિ શ્રી શાહ, ગીતાબેન ગોર અને દિનેશભાઇ હિરાણી તથા આપણી નવરાત્રિ ગ્રુપના દેવાંગભાઇ દવે, ભરતભાઇ વેદ, વસંતબેન સાયલ, મુલેશભાઇ દોશી, ગોરધનભાઇ પટેલ (કવિભાઇ)ના નેતૃત્વ હેઠળ મુખ્ય અધિકારી સંદિપસિંહ ઝાલાની સૂચના મુજબ કાનજીભાઇ શીરોખા, ચેતનભાઇ જોશી, તથા તમામ કર્મચારીઓ સ્થાપના દિનના કાર્યક્રમને તથા કાર્નિવલને સફળ બનાવવા જહેમત છઠાવી રહ્યા છે. નગરપાલિકા કચેરી, નાકા, પાણીના ટાંકા વિ.ને રોશનીથી ઝળાહળાં કરાયા છે. જે નજારો જોવા શહેરીજનો મોડી રાત સુધી ઉમટી રહ્યા છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer