કળિયુગમાં પ્રભુનામ જપથી માનવ પોતાનું જીવન ધન્ય બનાવે

કળિયુગમાં પ્રભુનામ જપથી માનવ પોતાનું જીવન ધન્ય બનાવે
ભુજ, તા. 18 : કચ્છની યાત્રાએ આવેલા તેરહભાઈ ત્યાગી અખાડા, અયોધ્યાનું સંતમંડળ માધાપર આવતાં સ્થાનિક સનાતન ધર્મપ્રેમી જનતાએ તેમનું સન્માન કર્યું હતું. અખાડા મહંત રમાપતિદાસજી મહારાજના નેતૃત્વ હેઠળ 25 સંત નારાયણ સરોવર, ભુજ, કુકમા, ખેડોઈ પછી અહીં આવતાં રઘુનાથજી મંદિરમાં ધર્મસભાનું આયોજન કરાયું હતું. ધર્મસભાના પ્રારંભે રઘુનાથજી મંદિરના ટ્રસ્ટી ગોવિંદભાઈ ખોખાણીએ સંત મંડળનો પરિચય કરાવ્યો હતો. ટ્રસ્ટીઓ ખીમજી વિશ્રામ હીરાણી તેમજ વેલજીભાઈ ભુડિયાએ સંતોને ઉપવત્ર, દક્ષિણા આપી તેમનું સન્માન કર્યું હતું.  રઘુનાથજી મંદિરમાં બહેનોની ધર્મસભાને સંબોધન કરતા મહંતે હિન્દુ ધર્મશાત્રોમાં યજ્ઞ, જપ, તપના મહિમાની માહિતી આપી જણાવ્યું હતું કે, દ્વાપર, ત્રેતા યુગમાં સંતો-મહંતો રાજસત્તા યજ્ઞ, તપના આયોજન દ્વારા પ્રભુ સ્મરણ કરતા હતા પરંતુ કળિયુગમાં પ્રભુનામ જપ દ્વારા માનવ પોતાનું જીવન ધન્ય બનાવી શકે છે. આયોજનમાં વેલજી પ્રેમજી ભુડિયા, રામજી મેઘજી, કુંવરજી વેલજી, રામજી વરસાણી તેમજ વંકાભાઈ રબારી સહભાગી થયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer