આયાન ઉત્સવમાં 30 કોલેજે ભાગ લીધો

આયાન ઉત્સવમાં 30 કોલેજે ભાગ લીધો
ભુજ, તા. 18 : ગત અગિયાર વર્ષથી સંસ્કાર ઇન્સ્ટિટયૂટ કચ્છની તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે દીવાદાંડી સમાન અનેક કાર્ય કરી રહી છે. જેમાંનું એક છે `આયાન'. `આયાન' એ સંસ્કાર ઇન્સ્ટિટયૂટ  દ્વારા યોજવામાં આવતી રાજ્યકક્ષાની ટેકનો મેનેજમેન્ટ અને  સાંસ્કૃતિક સ્પર્ધા છે, જેમાં કચ્છની લગભગ તમામ કોલેજો ઉત્સાહભેર ભાગ લેતી હોય છે. કચ્છ જેવા સરહદી વિસ્તારના યુવાનોને આજના સ્પર્ધાત્મક યુગમાં પોતાના હુન્નરના જોરે બીજા યુવાનોની સમકક્ષ બનાવવાના ઉત્તમ હેતુથી સંસ્કાર ઇન્સ્ટિટયૂટ દરવર્ષે આ સ્પર્ધાનું આયોજન કરતી હોય છે અને વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ પણ સ્પર્ધાની રાહ જોતા હોય છે. સંસ્કાર કોલેજના ડાયરેકટર ચિંતન મોરબિયા, સંસ્કાર સ્કૂલના ડાયરેકટર કિરીટ કારિયા તથા સંસ્કાર નર્સરીના ડાયરેકટર કૃપા કારિયા દ્વારા દીપ પ્રાગટયથી આયાન 2020નો પ્રારંભથયો હતો.`આયાન' એક સર્વસમાવેશક ઇવેન્ટ બની રહે તે હેતુથી ટેકનિકલ મેનેજમેન્ટ-સાંસ્કૃતિક ઇવેન્ટસ રાખવામાં આવી હતી. સ્પર્ધાની સાથોસાથ વિદ્યાર્થીઓમાં વ્યાપારિક સૂઝ-બૂઝના વર્ધન માટે વિદ્યાર્થીઓ દ્વારા ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોને તેમના   બધા જ હુન્નર માટે મંચ મળી રહે તે હેતુથી ટેલેન્ટ હન્ટ સ્પર્ધા યોજાઇ હતી. કિવઝ, વેબ-ડિઝાઇનિંગ, મેનેજમેન્ટ રોડીઝ, એડ મેડ શો, ટ્રેઝર હન્ટ, ડાન્સ, પોટ પેન્ટિંગ, બોકસ ક્રિકેટ, વીડિયો મેકિંગ જેવી 16 સ્પર્ધાએ પણ આકર્ષણ જમાવ્યું હતું, જેમાં 30 કોલેજના 587 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. સ્પર્ધાની જનરલ ચેમ્પિયનશિપ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટકચ્છ યુનિવસિર્ટીએ જીતી હતી તથા ડી.ઇન.વી. ઇન્ટરનેશનલ એજ્યુકેશન એકેડેમી ગાંધીધામ રનરર્સઅપ કોલેજ થઇ હતી. કાર્યક્રમનું સંચાલન કોલેજના અધ્યાપિકા ચાર્મી ઠક્કર, ડાલી ઠક્કર તથા ઝીલ પંડયાએ સંભાળ્યું હતું. ઇન્ચા. આચાર્ય ધીરજ સોલંકીએ માર્ગદર્શનઆપ્યું હતું.     

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer