હોળી નિમિત્તે ગાંધીધામથી ભાગલપુર માટે બે ખાસ ટ્રેન

ગાંધીધામ, તા. 18 : હોળીના તહેવારને અનુલક્ષીને પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીધામ અને ભાગલપુર વચ્ચે  વિશેષ ભાડાં સાથેની  ટ્રેનની બે ટ્રીપ દોડાવવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા જારી કરાયેલી અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે09451નંબરની ટ્રેન તા. 6  માર્ચના  શુક્રવારે ગાંધીધામથી  સાંજે 5.40  વાગ્યે રવાના થશે અને તા. 8 માર્ચના રવિવારે   રાત્રે 8.15 વાગ્યે ભાગલપુર પહોચશે. એ જ રીતે 09452 નબંરની ટ્રેન ભાગલપુરથી  તા. 9 માર્ચના સોમવારે સવારે 6.30  વાગ્યે રવાના થઈ  11 માર્ચના બુધવારે  સવારે 8 વાગ્યે ગાંધીધામ પહોંચશે. પ્રવાસ દરમ્યાન આ ટ્રેન બન્ને દિશાઓમાં ભચાઉ, સામખિયાળી, ધ્રાંગધ્રા, અમદાવાદ, નડિયાદ, દાહોદ, રતલામ, ભવાની મંડી, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિંડોન સિટી, બયાના જંકશન, ભરતપુર, અછનેરા, મથુરા, કાસગંજ, ફર્રુખાબાદ, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, ગોંડા, બસ્તી, ગોરખપુર, નરકટિયાગંજ,બેતિયા, સાગૌલી, બાપુદમ, મોતીહારી, મુઝફ્ફરપુર, સમસ્તીપુર, બરૌની, બેગુસરાય, મુંગેર અને સુલતાનગંજ સ્ટેશન ખાતે  થોભશે. આ ટ્રેનમાં એસી ટુ ટીયર, થ્રી ટીયર, સ્લીપર અને સેકન્ડ કલાસના સામાન્ય કોચ જોડવામાં આવશે.  વિશેષ ટ્રેનનું બુકિંગ તા. 20 ફેબ્રુઆરીથી તમામ રિઝર્વેશન સેન્ટર અને   આઈ.આર.સી.ટી.સી.ની વેબસાઈટ ઉપર શરૂ થશે. અત્રે ઉલ્લેખનીય છે  કે આ રૂટ ઉપર અગાઉ પણ ટ્રેન દોડાવવામાં આવી હતી અને રિઝર્વેશન ખૂલતાંની સાથે જ ટ્રેનમાં  વેઈટિંગ લિસ્ટનાં પાટિયાં ઝૂલવા લાગ્યાં હતાં. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer