જી.કે.માં મુંબઇથી મુખ્ય સર્જન નિમાયા

ભુજ, તા. 18 : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં સમગ્ર કચ્છમાંથી આવતા દર્દીઓની સંખ્યામાં થઇ રહેલા વધારાને લક્ષમાં રાખી છેલ્લા છ મહિનામાં  ન્યૂરો સર્જન, સ્કીન નિષ્ણાતો, પીડો ડેન્ટિસ્ટ, મેડિસીન જેવા મહત્ત્વના વિભાગમાં નિષ્ણાત તબીબોને મૂકવામાં આવી રહ્યા છે અને આ શ્રેણીમાં હવે જી.કે. જનરલમાં  નવા મુખ્ય સર્જન નિમવામાં આવ્યા છે.મુંબઇથી આવેલા નવા મુખ્ય સર્જન તથા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે ડો. નંદકિશોર નરવાડેએ હવાલો સંભાળી લીધો છે. તેઓ મેડિકલ કોલેજમાં પ્રોફેસર તરીકે પણ સેવારત રહેશે. ડો. નંદકિશોરને મુંબઇમાં 17 વર્ષનો સર્જરીનો અનુભવ છે. તેમણે મુંબઇમાં કે.એન. હોસ્પિટલ અને ડી.વાય. પટેલ મેડિકલ હોસ્પિટલ અને ઔરંગાબાદ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં કામ કર્યું છે. ઔરંગાબાદથી મેડિકલ અન્ડર ગ્રેજ્યુએટ થઇ મુંબઇમાં સર્જનની ઉપાધિ પ્રાપ્ત કરી છે. જી.કે.માં તેમની મદદમાં 4 ફુલ ટીમ સર્જન અને તબક્કાવાર 6 રેસિડેન્ટ ડો. મદદમાં રહેશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer