ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આજે સભા સાથે રેલી

ભુજ, તા. 18 : વર્તમાન સમયમાં સ્વામિનારાયણ સંપ્રદાયને નીચો પાડવા તથા લોકોમાં ગેરસમજણ ઉભી કરવાના સતત પ્રયાસો થઇ રહ્યા હોવાનું જણાવી સત્સંગ પ્રવૃતિને નુકસાન પહોંચાડતી કહેવાતી આવી બાબતો અન્વયે અત્રેના ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિર દ્વારા આવતીકાલે બુધવાર તા. 19/2 ના સભા અને રેલી તથા આવેદનપત્ર આપવાના કાર્યક્રમો જાહેર કરાયા છે.  મંદિરના મહંત ધર્મનંદનદાસજી તથા અન્ય સંતો તથા ટ્રસ્ટી મંડળે જારી કરેલી યાદી મુજબ ભુજ મંદિરના સંત કૃષ્ણસ્વરૂપદાસજીની સોશ્યલ મીડિયામાં વહેતી થયેલી કલીપ અઘટિત છે. હાલમાં સંપ્રદાયને અને સત્સંગને નુકસાન થાય તેવી પ્રવૃતિને કેન્દ્રમાં રાખીને ભુજ મંદિર દ્વારા આવતીકાલે બુધવારે સત્સંગી હરિભકતોની સભા સવારે નવ વાગ્યે મંદિરે યોજાશે. આ પછી રેલી સ્વરૂપે જઇને સત્તાધીશોને આવેદનપત્ર આપવામાં આવશે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer