શીરાનીવાંઢ ગ્રા. પં. દ્વારા ભ્રષ્ટાચાર આચરાતો હોવાનો આક્ષેપ

શીરાનીવાંઢ (તા. રાપર), તા. 18 : અહીંની ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર બંધ કરાવવા અને ચાલુ કામોમાં  હલકી ગુણવત્તા અને નિયમ પ્રમાણે લોખંડ રેતી?- સિમેન્ટ ન વપરાતો હોવાનો તથા સરપંચ પતિ મનમાની કરતા હોવાનો સદસ્યે આક્ષેપ કરી કામ બંધ કરાવવા તથા તપાસની માંગ કરી જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી.જેમાં જણાવાયા મુજબ રાપર  તાલુકાના શીરાનીવાંઢ જૂથ ગ્રામ પંચાયતમાં જેટલા કામો થયા છે તેમાં સરપંચના પતિએ મોટા પ્રમાણમાં ગેરરીતિ કરાઈ હોવાનું જણાવી આજ સુધી ગ્રા. પં.ની એકપણ મીટીંગ બોલાવેલી નથી. જ્યારથી સરપંચે હોદો સંભાળ્યો ત્યાર પછી ફકત ઉપસરપંચની ચૂંટણીમાં છેલ્લી મીટીંગ બોલાવી હતી. રજિસ્ટ્રરમાં સભ્યોની ખોટી સહીઓ કરી ભ્રષ્ટાચાર આચરાતો હોવાનો પણ આક્ષેપ કર્યો અને આચરાયેલા ભ્રષ્ટાચારની વિગતવાર માહિતી આપી તપાસ સાથે કડક પગલાં ભરવા માંગ કરી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer