નલિયા વાયુસેના દ્વારા મેરેથોન

નલિયા વાયુસેના દ્વારા મેરેથોન
નલિયા (તા. અબડાસા), તા. 14 : `એક ભારત શ્રેષ્ઠ ભારત' અંતર્ગત નલિયા વાયુસેના દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આજે નલિયા વાયુસેનાના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમોડોર ઇ.જે. એન્થોની દ્વારા જખૌ ખાતે આવેલી ભારત સોલ્ટ ફેક્ટરીથી આરંભ થયો હતો. ભારતીય વાયુસેના દ્વારા પ્રથમ ઇન્ટર કમાન્ડ અલ્ટ્રા મેરેથોન દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 14 અને 15 ફેબ્રુઆરી બે દિવસીય આ કાર્યક્રમમાં 75 કિ.મી., 100 કિ.મી. અને 160 કિ.મી. એમ ત્રણ? વિભાગમાં રાખવામાં આવેલી છે. એર હેડક્વાર્ટર આઇ.એ.એફ.ના વિવિધ કમાન્ડ અને કોસ્ટગાર્ડના જવાનો આ સ્પર્ધામાં ભાગ લેશે. આવા કાર્યક્રમોમાં વાયુસેનાના યોદ્ધાઓને  તેમની સહનશક્તિની  કસોટી કરવા મળે છે. આ સ્પર્ધામાં 75 કિ.મી.ની દોડ 12 કલાકમાં, 100 કિ.મી.ની 24 કલાકમાં અને 160 કિ.મી.નું અંતર 36 કલાકમાં પૂરું કરવાનું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકોને આકરી તાલીમ આપી તૈયાર કરવામાં આવે છે. આજથી શરૂ થયેલી આ મેરેથોનમાં કચ્છના મનોરમ્ય વિસ્તારોને આવરી લેવાયા છે. નલિયાના વાયુસેનાના યોદ્ધાઓ સ્પર્ધકોનું મનોબળ વધારવા માટે થોડા કિ.મી. સુધી તેમના સાથે દોડયા હતા. 75 કિ.મી.ની દોડ આજે જ્યારે 100 કિ.મી. અને 160 કિ.મી.ની  દોડ  આવતીકાલે પૂરી થશે. `ક્યારેય હાર ન માનવી' તેવા અભિગમ સાથે સ્પર્ધકોએ  ભાગ લીધો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer