સંશોધન થકી લખાયેલાં પુસ્તક ભાવિ પેઢી માટે આધારસ્રોત !

સંશોધન થકી લખાયેલાં પુસ્તક ભાવિ પેઢી માટે આધારસ્રોત  !
દેવપુર-ગઢ (તા. માંડવી), તા. 14 : અખિલ કચ્છ મહેશ્વરી વિકાસ સેવા સંઘના નેજા હેઠળ ભુજના ડૉ. બાબા  સાહેબ આંબેડકર ભવનમાં રવિવારે એક સાથે બે પુસ્તકના વિમોચનનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી  બોલતાં જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પ્રેમકુમાર કન્નરે એક તરફ જૂની પેઢીના અને કસાયેલી કલમના કસભી લેખક  કાનજીભાઇ મહેશ્વરી `િરખીયો'ના દશમા પુસ્તક `મામૈદેવ : એક અધ્યયન'ને ઇતિહાસના વાચકો માટે ઉપયોગી  ગણાવ્યો હતો તો બીજી તરફ યુવાન લેખક ધર્મગુરૂ ધરમશી જગુભાઇ માતંગ પોતાના પૂર્વજોની સાચવાયેલી થાપણમાંથી  નિચોડ મેળવી `કચ્છ રાજાતિલક' નામે પ્રથમ પુસ્તકથી લેખન ક્ષેત્રે પગરણ માંડયાં છે ત્યારે એક જ મંચ પર જીવનના  સંધ્યાકાળ અને નવયુવાનીના કાળના અદ્દભુત દર્શન થયા હોવાનો આનંદ વ્યકત કરી આ પુસ્તકો વિશ્વભરમાં વસતા  મહેશ્વરી સમાજ માટે ઉપયોગી બનશે એવી વાત કહી હતી.  કચ્છ ઇતિહાસ પરિષદના પ્રમુખ સાવજાસિંહ જાડેજા અને ઉપપ્રમુખ શંભુભાઇ જોશી   બંને લેખકોનું વિશેષ સન્માન કરાયું હતું. અખિલ કચ્છ મહેશ્વરી વિકાસ સેવા સંઘ દ્વારા યોજાયેલા કાર્યક્રમના પ્રારંભે ધર્મગુરૂઓ અને મહેમાનોના હસ્તે  દીપ પ્રાગટય કરાયું હતું. વિશનજીભાઇ ગડણ દ્વારા શાબ્દિક આવકાર અપાયા બાદ મંચસ્થ મહાનુભાવોનું સન્માન કરાયું  હતું.  મામૈદેવના જીવન-કવન પર આધારિત લેખક કાનજી મહેશ્વરી `િરખિયો' લેખિત `મામૈદેવ  : એક અધ્યયન' પુસ્તકનું વેરશી રામજી માતંગ (ગાંધીધામ) અને દિનેશભાઇ નારાણભાઇ માતંગ (જામનગર)ના હસ્તે  જયારે કચ્છના રાજતિલાટ ધર્મગુરૂ ધરમશી જગુભાઇ માતંગ લેખિત `કચ્છ રાજતિલક' (માતંગવંશ અને જાડેજા વંશની  ઐતિહાસિક તવારીખ) પુસ્તકનું વિમોચન કચ્છ ઇતિહાસ પરિષદના પ્રમુખ સાવજાસિંહ જાડેજાના હસ્તે કરાયા   હતા. પુસ્તકનો પરિચય  બી.એડ. કૉલેજ, મુંદરાના પ્રિન્સિપલ ડૉ. એલ.વી. ફફલે  આપ્યો હતો.  જાણીતા લેખક હરેશભાઇ ધોળકિયાએ કાનજી મહેશ્વરીની કલમની છાંટ પુસ્તકમાં દેખાઇ હોવાની વાત કહી  ડૉ. બાબા સાહેબ આંબેડકરના નામ સાથે જોડાયેલા આ ભવન  સંશોધન ભવન બને એવી અપેક્ષા વ્યકત કરી હતી., જાણીતા ઇતિહાસવિદ્દ ઉમિયાશંકર અજાણીએ પોતાના અનુભવના  આધારે બંને પુસ્તકોને કચ્છ અનેક કચ્છીઓ માટે મહત્વના ગણાવ્યા હતા. કાર્યક્રમમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ નરેશભાઇ  ફુલિયા,  માવજીભાઇ બારૈયા,  સંજયભાઇ ઠાકર, લોક સેવા ટ્રસ્ટના  હેમેન્દ્રભાઇ જણસારી અને  પરિષદના  શંભુભાઇ જોશી મંચસ્થ રહ્યા હતા. કાર્યક્રમમાં મહેશ સંપ્રદાયના માતંગદેવ, લુણંગદેવ, માતૈદેવ અને મામૈદેવ સહિતના મહાપુરૂષોના ચિત્રો  બનાવી સમાજમાં આગવું સ્થાન ધરાવતા ચિત્રકાર દેવજીભાઇ હિંગણાનું કાનજી મહેશ્વરી દ્વારા  વિશેષ સન્માન કરાયું હતું.  કાર્યક્રમમાં બુધારામભાઇ ધેડા, હમીરભાઇ ખાખલા (ભુજ), ખેતશીભાઇ  મહેશ્વરી (નલિયા), વેલજીભાઇ જાટ, અરજણભાઇ કટુઆ (ગાંધીધામ), ગાવિંદભાઇ મહેશ્વરી, હીરજીભાઇ  ચંઢારિયા સહિતના મોભીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિવેકગ્રામ (વી.આર.ટી.આઇ. માંડવી) દ્વારા `મામૈદેવ : એક  અધ્યયન' પચાસ પુસ્તક ખરીદવાની જાહેરાત કરાઇ હતી. લેખકોએ પોતાના પ્રતિભાવમાં સમાજના છીએ અને પોતાના સમાજ માટે જેટલું  સારું થશે એટલું કરી છૂટવાની ભાવના વ્યકત કરી હતી. સંચાલન રમેશ રોશિયા `રોશન' દ્વારા કરાયું હતું  આભારવિધિ મહામંત્રી હરેશભાઇ મોથારિયાએ કરી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer